માટુંગાના લેડી જમશેદજી રોડની ગોપી ટૅન્ક માર્કેટની સ્વચ્છતા જોવા જેવી છે

અતિ ગીચ વસ્તી ધરાવતા મુંબઈની શાક-માર્કે‍ટમાં જનરલી એટલી ગંદકી હોય છે કે સ્વચ્છ માર્કે‍ટ ભાગ્યે જ જોવા મળે.



બકુલેશ ત્રિવેદી

ઠેર-ઠેર શાકભાજીનાં વધારાનાં ન વપરાતાં પાન અથવા ખરાબ થઈ ગયેલા ભાગનો કચરો, સડી ગયેલાં શાકભાજી વગેરે જ્યાંત્યાં ફેલાયેલાં જોવા મળે છે. વળી શાકભાજી તાજાં રાખવા ફેરિયાઓ એના પર પાણી પણ છાંટતા હોય છે. એ પાણી નીચે ફરસ પર પડતાં ત્યાં માટી સાથે એ ભળતાં ગંદકી થાય છે અને એમાંથી ગંદી વાસ આવે છે. જોકે માટુંગા રોડ (વેસ્ટર્ન)ના લેડી જમશેદજી રોડ પર આવેલી સુધરાઈની ગોપી ટૅન્ક માર્કે‍ટ આમાં અપવાદરૂપ છે. માર્કે‍ટની અંદર સ્વચ્છતા ઊડીને આંખે વળગે છે.

માર્કે‍ટમાં આટલી સ્વચ્છતા બદલ ત્યાંના વેપારીઓએ કહ્યું હતું કે ‘સુધરાઈ દ્વારા તો સ્વચ્છતા રાખવામાં આવે જ છે, પણ દરેક વેપારી એ માટે જાતે કાળજી રાખે છે. દરેક વેપારી તેની દુકાન પાસે કચરાના ડબ્બા અથવા પ્લાસ્ટિકની થેલી રાખે છે અને જેકોઈ વેસ્ટેજ હોય એ એમાં જ નાખે છે એથી વધારાનો કચરો થતો જ નથી.’

માર્કે‍ટની દુકાનોની ગલીઓ છોડતાં એની આજુબાજુના પરિસરમાં પણ સ્વચ્છતા જોવા મળે છે એટલું જ નહીં, માર્કે‍ટની બહાર ફૂટપાથ પર બેસતા ફરિયાઓ પણ આ સ્વચ્છતાના આગ્રહી છે. ફેરિયાઓનું કહેવું છે કે આપણો ધંધો છે. જો આપણે સ્વચ્છતા રાખીશું તો ગ્રાહક બે મિનિટ વધારે થોભશે, બે શાક વધારે જોશે અને લેશે. એમાં ફાયદો આપણો જ છે. 

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK