માટુંગામાં છુટ્ટી ફરતી ગાયોનો ત્રાસ

સિનિયર સિટિઝનોને છે સૌથી વધારે ચિંતા




મયૂર સચદે


માટુંગામાં અનેક ધાર્મિક સ્થાનો છે. લગભગ બધાં ધાર્મિક સ્થાનો પાસે રોજ સવારે ગાયો ઊભી હોય છે. સૌથી વધારે ગાયો તેલંગ રોડ પર ઊભી હોય છે. સાંજ થતાં આ ગાયો ખુલ્લી મૂકી દેવામાં આવે છે. છુટ્ટી મૂકી દીધા બાદ એ ગાયો આજુબાજુના એરિયામાં ગંદકી ફેલાવતી હોય છે. ઘણી વાર એના લીધે માટુંગા સ્ટેશનની બહાર આવેલા શાકમાર્કેટમાં જતાં લોકોને ત્રાસ થતો હોય છે.

શાકમાર્કેટમાં ખાવાનું જોઈ ગાય ખાવા માટે ટ્રાય કરતી હોય છે, પણ ફેરિયાઓ ભગાવતાં ગાય માર્કેટમાં આડીઅવળી થઈ જતી હોય છે, આથી ત્યાં આવેલા લોકોને ગાય શિંગડાં ન મારે એનો ભય હોય છે. લોકોને એ સમજાતું નથી કે રોજ સાંજે ગાયના ત્રાસથી કેવી રીતે બચવું.

આ વિશે માહિતી આપતાં સિનિયર સિટિઝન ચંપા ભટ્ટે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારે વીકમાં બેથી ત્રણ વાર શાકભાજી લેવા માર્કેટમાં આવવું પડે છે. મને દર વખતે ગાયો જોવા મળે છે. ઘણી વખતે શાકમાર્કેટમાં એકસાથે ચાર-ચાર ગાયો હોય છે. ફેરિયાઓ એક ગાયને ભગાડે તો બીજી આવી ઊભી રહે છે. ગાય ભૂખી હોવાથી શાકભાજી ખાતી હોય છે, ત્યારે ફેરિયા જો એને ભગાડે તો એ ઊલટી સામે શિંગડાં મારવા જતી હોય છે.’

આ બાબત પોતાનું નામ ન આપવાની શરતે શાકમાર્કેટના એક ફેરિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ગાયોનો ત્રાસ રોજનો છે. અહીં રસ્તા પર ગાયોના છાણને કારણે ગંદકી ફેલાય છે. અહીં એક ગાયને હટાવો તો બીજી આવીને ઊભી હોય છે. આ ગાયો શિંગડાં પણ મારતી હોય છે.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK