માટુંગા સેન્ટ્રલની શિશુવન વિદ્યા મંદિર સ્કૂલમાં બૉમ્બની અફવા

માટુંગા સેન્ટ્રલની શિશુવન વિદ્યામંદિર સ્કૂલમાં ગઈ કાલે સવારે ૧૧.૨૦ વાગ્યે બૉમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો હોવાનો ફોન આવ્યો હતો.


તરત જ આ બાબતે માટુંગા પોલીસ-સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. આ વિશે વધુ માહિતી આપતાં માટુંગા પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે ‘અમને બૉમ્બ પ્લાન્ટ થયો હોવાની માહિતી મળતાં અમે તરત જ સ્કૂલ પર પહોંચી ગયા હતા અને કોઈ ધમાચકડી ન મચે એ રીતે શાંતિથી સ્ટુડન્ટ્સ અને સ્ટાફને સ્કૂલની બહાર લઈ આવ્યા હતા. એ પછી બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS)ને જાણ કરતાં એની ટીમે ઘટનાસ્થળે ધસી જઈ તપાસ કરી હતી. દોઢ વાગ્યા સુધી BDDSના જવાનોએ તેમની ડૉગ-સ્ક્વૉડ દ્વારા કરેલી એ તપાસના અંતે કશું પણ શંકાસ્પદ મળી આવ્યું નહોતું. એ ફોનકૉલ બાબતે તપાસ કરવામાં આવતાં નજીકના PCO પરથી એ ફોન કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. કોઈએ ન્યુસન્સ ફેલાવવા એ કૉલ કર્યો હોય એમ લાગી રહ્યું છે.’

PCO = પબ્લિક કૉલ ઑફિસ

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK