માટુંગાના પંકજ જૂસ સેન્ટરમાં ભીષણ આગ

સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ : BMCના અધિકારીઓનું મૌન

fire

માટુંગાના ૨૫ વર્ષ જૂના પંકજ જૂસ સેન્ટરમાં ગઈ કાલે મળસકે સાડાત્રણ વાગ્યે શૉર્ટ-સર્કિટ થતાં આગ લાગી હતી. આ આગમાં પંકજ જૂસ સેન્ટરના ફુટપાથ પરના ત્રણ ગાળાને નુકસાન પહોંચ્યું હતું.

જોકે ગઈ કાલના આ બનાવ પછી ફુટપાથ પર ગેરકાયદે ચાલી રહેલા ફૂડ- સ્ટૉલ સામે સ્થાનિક રહેવાસીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ સ્ટૉલ સામેની કાર્યવાહી સંદર્ભમાં BMCના F/N વૉર્ડ-ઑફિસર કેશવ ઉબાïળે અને BMCના કમિશનર અજોય મેહતાએ મૌન સેવવાનું પસંદ કર્યું હતું.

સ્થાનક રહેવાસીઓએ ગઈ કાલની પકંજ જૂસ સેન્ટરની આગ પછી આક્રોશ વ્યક્ત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પંકજ જૂસ સેન્ટર સામે છેલ્લાં ૨૪ વર્ષમાં સેંકડો ફરિયાદો BMCમાં કરવામાં આવી છે. આ જૂસ સેન્ટરને ફક્ત વર્ષો પહેલાં ચાના સ્ટૉલનું લાઇસન્સ આપવામાં આવ્યું હતું છતાં

fire1

ધીરે-ધીરે એક નાનકડા ચાના સ્ટૉલને આજે ત્રણ ગાળાના ફુડ-સ્ટૉલમાં પરિવર્તિત કરવામાં આવ્યો છે. આ સ્ટૉલમાં ગૅસ-સિલિન્ડરનો પણ ગેરકાયદે ઉપયોગ કરવામાં આવે છે જેની સામે કમલા મિલ્સ કમ્પાઉન્ડની આગની દુર્ઘટના પછી BMCએ દેખાવ પૂરતી કાર્યવાહી કરી હતી.’

રહેવાસીઓની ફરિયાદના પગલે ‘મિડ-ડે’એ કેશવ ઉબાળે અને અજોય મેહતાને ફોન અને મેસેજ કરીને સ્પષ્ટતા માગી હતી. જોકે બન્ને અધિકારીઓએ પંકજ જૂસ સેન્ટરના લાઇસન્સ બાબતમાં કોઈ સ્પષ્ટતા કરી નહોતી. તેમણે મૌન સેવવાનું પસંદ કર્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK