દોઢ વર્ષથી હેરાન કરતો ૧૪ વર્ષનો વાંદરો આખરે પકડાયો

સાયન-કોલીવાડાના પ્રતીક્ષાનગરમાં  ભારે ત્રાસ ફેલાવ્યો હતો આ મર્કટે

monkey

ધી એન્ડ : વાંદરાને પકડ્યા પછી એના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા.


સાયન-કોલીવાડાના પ્રતીક્ષાનગરમાં દોઢ વર્ષથી લોકોને હેરાન કરતા તેમ જ મહિલાઓ અને બાળકોને બચકાં ભરતા ૧૪ વર્ષના વાંદરાને ગઈ કાલે સવારે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના મન્કી-કૅચરોએ પકડી પાડ્યો હતો. વાંદરો ભાગી ન જાય એ માટે ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા એના હાથ-પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા હતા.

મન્કી-કૅચરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘છેલ્લા દોઢ વર્ષથી પ્રતીક્ષાનગર તેમ જ આજુબાજુના વિસ્તારોમાં આ વાંદરાથી રહેવાસીઓ તેમ જ રાહદારીઓને હેરાનગતિ થતી હોવાની અમને અનેક ફરિયાદો મળી હતી. એને આધારે અમે ગઈ કાલે કાર્યવાહી કરી હતી. આ વાંદરાએ મહિલાઓ, બાળકો અને સ્કૂલના સ્ટુડન્ટ્સને બચકાં ભયાર઼્ હોવાની લોકોએ ફરિયાદ કરી હતી. એ સિવાય સ્થાનિક રહેવાસીઓના સામાનને નુકસાન પહોંચડતો હતો. એથી સ્થાનિક નગરસેવક અને સ્થાનિક સ્કૂલના પ્રિન્સિપાલની પણ અમને ફરિયાદ મળી હતી. સાત મહિના પહેલાં આ વાંદરાને પકડવામાં આવ્યો હતો ત્યારે એક ટૅક્સી-ડ્રાઇવરે મારો વાંદરો હોવાનું કહી એને છોડાવી દીધો હતો, પરંતુ અન્ય વિસ્તારોમાંથી પણ ફરિયાદો વધતાં અમે કાર્યવાહી કરી હતી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK