દાદરમાં શુક્રવારના ગણપતિવિસર્જન વખતે સૌથી વધુ ૧૧૨ ડેસિબલ અવાજની માત્રા નોંધાઈ

મુંબઈમાં ગણપતિ મહોત્સવ દરમ્યાન વિસર્જનના દિવસોમાં સિન્થેટિક ઢોલ-ત્રાંસા અને સાઉન્ડ-સિસ્ટમના બેફામ ઉપયોગથી સૌથી વધુ નૉઇઝ-પોલ્યુશન નોંધાય છે. આ વખતે ગણપતિ મહોત્સવના પાંચમા દિવસનું વિસર્જન શુક્રવારે હતું ત્યારે શહેરમાં સૌથી વધુ

નૉઇઝ-પોલ્યુશન દાદર વિસ્તારમાં નોંધાયું હતું. સાઇલન્સ ઝોનમાં દિવસે ૫૦ ડેસિબલ અને રાત્રે ૪૦ ડેસિબલ મૅક્સિમમ અવાજની માત્રાની છૂટ હોય છે, પરંતુ ગણપતિ મહોત્સવમાં વિસર્જનના દિવસોમાં આ માત્રા ૧૦૦ ડેસિબલથી પણ વધી જાય છે. ૧૧૦ ડેસિબલનો સતત અવાજ કાને બહેરાશ લાવી શકે છે છતાં મુંબઈમાં આ દિવસોમાં સાઇલન્સ ઝોન અંતર્ગતના રોડ અને હૉસ્પિટલ કે સ્કૂલ આવેલી હોય એવા વિસ્તારોમાં સુધ્ધાં અવાજની માત્રા ૧૦૦ ડેસિબલથી વધુ રહે છે. શુક્રવારે સૌથી વધુ ૧૧૨ ડેસિબલ અવાજની માત્રા દાદરના રાનડે રોડ પર નોંધાયાનું આ અભ્યાસમાં બહાર આવ્યું હતું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK