VIDEO : દાદર સ્ટેશને ચાલતી ટ્રેને સર્જાયેલો દર્દનાક અકસ્માત

ટ્રેન પકડવાની લ્હાયમાં પ્લેટફોર્મ પૂરું થઈ ગયાનું પણ ભાન ન રહેતા શખ્સે જીવ ગુમાવ્યો

accidnet



મુંબઈ : શનિવાર સવારે દાદર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન ખાતે એક વ્યક્તિ ટ્રેન અને પાટા વચ્ચેની ગેપમાં ફસાઈ જતાં પોતાનો જીવ ગુમાવ્યો. જેનો વિડીયો તમામ હકીકત જણાવે છે કે આ દર્દનાક દુર્ઘટના કેવી રીતે સર્જાઈ હતી.

ટ્રેન અકસ્માતમાં જીવ ખોઈ બેઠલ 43 વર્ષીય શફીઉદ્દીન અબ્દુલ ગની પોતાના પરિવાર સાથે  શનિવાર સવારે અંદાજિત 5.40 વાગ્યે દાદર સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન પકડી રહ્યો હતો. તેની સાથે બુરખમાં રહેલી બે મહિલાઓ પણ વિડીયોમાં જોઈ શકો છો. અકસ્માત વખતે ગનીનાં હાથમાં બેગ હતી. જે કારણોસર ચાલતી ટ્રેનમાં ગની માટે પ્રવેશવું લગભગ અશક્ય બની ગયું હતું. તે ટ્રેનમાં પ્રવેશે તે પહેલા તેની સાથે રહેલી બે મહિલા બેસી ચૂકી હોય છે. જેને લઈને ગની જેમ તેમ કરીને ટ્રેનમાં ઘુસવાનો પ્રયત્ન કરતો નજર પડે છે પરંતુ તે અચાનક સમતુલન ખોઈ બેસતા  ટ્રેન અને પાટા વચ્ચે ફસાઈ જતો માલુમ પડે છે. આ ઘટના બાદ ગનીને સારવાર માટે સાયન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તને મૃત જાહેર કરાયો હતો.

જુઓ વિડીયો..


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK