માટુંગામાં અવારનવાર ગાડીના કાચ તોડીને થતી ચોરીથી લોકોમાં આક્રોશ

માટુંગા-ઈસ્ટમાં આવેલા સર ભાલચંદ્ર રોડના નિશિતમહલ બિલ્ડિંગ પાસે અવાર-નવાર ગાડીના કાચ તોડીને ચોરી કરવાની ઘટનાઓથી સ્થાનિક રહેવાસીઓ ત્રાસી ગયા છે.



મયૂર સચદે


છેલ્લા ૨૦ દિવસોમાં છ ગાડીઓના કાચ તોડી એમાંથી મ્યુઝિક સિસ્ટમની ચોરી થાય છે. આશ્ચર્યની વાતો એ છે કે માટુંગા પોલીસ-સ્ટેશનમાં આની કોઈ ફરિયાદ નોંધાઈ નથી. અનેક ગાડીને વારંવાર ટાર્ગેટ કરતા ચોરો ક્યારે પકડાશે એ સ્થાનિક રહેવાસીઓને સવાલ છે.

આ બાબત વિશે માહિતી આપતાં બિંજલ પારેખે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પહેલી ચોરી ૨૨ મેએ થઈ હતી. ત્યારે મારી ગાડીની મ્યુઝિક સિસ્ટમ અને ACના યુનિટની ચોરી થઈ હતી. ૨૨ મેએ મારી ગાડી અને પાસે ઊભેલી બીજી એક ગાડીમાંથી પણ ચોરી થઈ હતી. મારી ગાડીનો કાચ તોડી ચોરી થયા બાદ કાચ પાછો લગાવ્યો હતો. મારી ગાડીમાં નવી મ્યુઝિક સિસ્ટમ અને AC પણ લગાવેલું. ત્યાર બાદ પાંચ જૂને ફરી પાછી મારી ગાડીનો કાચ તોડી ચોરી થઈ હતી. ફરી પાછી ગાડીમાંથી નવી મ્યુઝિક સિસ્ટમ અને ACના યુનિટની ચોરી થઈ હતી. આ વખતે મારી ગાડીની સાથે-સાથે પાસે ઊભેલી બીજી ત્રણ ગાડીઓમાં પણ ચોરી થઈ હતી. આજુબાજુનાં બિલ્ડિંગોના વૉચમેન આંખ આડા કાન કરે છે. પોલીસ રાતે પૅટ્રોલિંગ કરતી હોવા છતાં આટલી ચોરી કેમ થાય છે એ સમજાતું નથી.’

માટુંગા પોલીસનું શું કહેવું છે?

આ બાબત માહિતી આપતાં માટુંગાના પોલીસ-અધિકારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારી પાસે સર ભાલચંદ્ર રોડ પરથી ગાડીની મ્યુઝિક સિસ્ટમ અને ACના યુનિટની ચોરી થવાની કોઈ ફરિયાદ આવી નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK