ખુલ્લી ગટરોને કારણે દાદરની સ્કૂલના વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં

શારદાશ્રમ સ્કૂલ સામેની ગટરનાં ઢાંકણાં ચોરાઈ ગયાં : ફરિયાદ કરવા છતાં સુધરાઈ લાપરવાહ હોવાનો આક્ષેપ



શિરીષ વક્તાણિયા


દાદર-વેસ્ટમાં આવેલી શારદાશ્રમ સ્કૂલની બહારની ગટરનાં ઢાંકણાં એક અઠવાડિયા પહેલાં ચોરાઈ ગયાં છે. આ ગટરો ખુલ્લી હોવાને કારણે આ સ્કૂલના વિદ્યાર્થીઓનો જીવ હાલમાં જોખમમાં મુકાઈ ગયો છે. આ બાબતે આ વિસ્તારના નગરસેવક સુધીર જાધવે સુધરાઈમાં ફરિયાદ કરી છે, પણ સુધરાઈએ હજી સુધી નવાં ઢાંકણાં બેસાડ્યાં નથી.

સુધીર જાધવે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ ઢાંકણાં મોડી રાત્રે અહીંના ગર્દુલ્લાઓ ચોરીને લઈ ગયા હતા એથી અમે આ બાબતે સુધરાઈમાં ફરિયાદ કરી હતી. આ ગટરો ખુલ્લી હોવાને કારણે સ્કૂલના વિદ્યાર્થીઓનો જીવ હાલમાં જોખમમાં મુકાઈ ગયો છે. જો આ ખુલ્લી ગટરને કારણે કોઈ પણ દુર્ઘટના થશે તો એ માટે સુધરાઈ એકમાત્ર જવાબદાર રહેશે.’

આ ખુલ્લી ગટરો બાબતે સુધરાઈના અધિકારીઓએ કહ્યું હતું કે ‘અમારી પાસે હાલમાં નવાં ઢાંકણાં નથી. અમે નવાં ઢાંકણાં મગાવ્યાં છે અને વહેલી તકે આ ગટરો બંધ કરાવી દઈશું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK