દાદરમાં રાજસાહેબના રાજમાં વિક્રેતાઓ ખુશ, પબ્લિક નારાજ

વિઘ્નહર્તાની પ્રતિમાના વિક્રેતાઓને રાજ ઠાકરેનો પૂરતો સપોર્ટ મળતો હોવાથી તેમણે દરેક ફૂટપાથ પર તેમનો કબજો કરી લીધોદાદર-વેસ્ટના ભવાની શંકર રોડની વિવિધ ફૂટપાથ પર દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશજીની મૂર્તિના સેંકડો વિક્રેતાઓએ કબજો જમાવી લીધો હતો. દાદરનાં સૂત્રોએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે આ વિક્રેતાઓને મહારાષ્ટ્ર નવનર્મિાણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેનો સપોર્ટ મળી રહ્યો છે એથી અહીં આ દિવસોમાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

રવિવારે મિડ-ડે LOCAL દ્વારા આ વિસ્તારમાં કરવામાં આવેલા નિરીક્ષણમાં લગભગ ૧૫,૦૦૦થી વધુ ગણેશજીની મૂર્તિઓ ફૂટપાથો પર રાખેલી જોવા મળી હતી અને તમામ ફૂટપાથો ગણેશજીની મૂર્તિઓથી બ્લૉક થઈ ગઈ હતી એટલું જ નહીં, રાહદારીઓ પણ નછૂટકે રસ્તા પરથી મજબૂરીમાં પસાર થઈ રહ્યા હતા તથા રસ્તા પર ભારે ટ્રાફિક જૅમ પણ થતો જોવા મળ્યો હતો.

આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વિક્રેતાઓના કારણે અમારી બધી ફૂટપાથો બ્લૉક થઈ ગઈ હતી અને નછૂટકે અમારે જીવ જોખમમાં મૂકીને રસ્તા પરથી પસાર થવું પડ્યું હતું. આ સમસ્યાને કારણે અહીંના સિનિયર સિટિઝનો અને નાનાં બાળકોને સૌથી વધુ ત્રાસ વેઠવો પડ્યો હતો. સુધરાઈએ આ મૂર્તિવિક્રેતાઓને યોગ્ય જગ્યા આપવી જોઈએ અને પબ્લિકને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK