વજન માપવાનાં બંધ મશીનો હજી પણ પ્લૅટફૉર્મ પરથી હટાવવામાં નથી આવ્યાં

તૂટેલી હાલતમાં પડેલાં આવાં મશીનોથી જગ્યા રોકાય છે અને પ્રવાસીઓને ભીડના સમયે અડચણરૂપ બને છે

રેલવે દ્વારા પ્રતિબંધિત વજન માપવાનાં મશીનો રેલવે-પ્લૅટફૉર્મ પર હજી પણ ઘણી જગ્યાએ જોવા મળે છે. દાદરમાં પ્લૅટફૉર્મ-નંબર ૧ પર અને માટુંગા સેન્ટ્રલના પ્લૅટફૉર્મ-નંબર ૧ અને ર પર મહિલા ડબ્બા પાસે કાર્યરત નથી એવાં પરંતુ તૂટેલી હાલતમાં વજન માપવાનાં મશીનો છે જે લાંબા સમયથી હટાવવામાં આવ્યાં નથી. આથી પ્લૅટફૉર્મ પર જગ્યા રોકાય છે અને પ્રવાસીઓને ભીડના સમયે અડચણરૂપ બને છે.

માટુંગાના પ્લૅટફૉર્મ-નંબર ૨ પરથી ચિંચપોકલી જઈ રહેલી ક્રિશા જાદવે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારી કૉલેજ માટુંગામાં હોવાથી હું રોજ અહીંથી ટ્રાવેલ કરું છું અને હું જોઉં છું ત્યારથી આ વજન માપવાનું મશીન તૂટેલી હાલતમાં અહીં પડેલું છે. આનો ઉપયોગ ઘણી વાર પ્રવાસીઓ ભીડના સમયે થાકી ગયા હોય તો બેસવા માટે કરે છે.’

પ્લૅટફૉર્મ પરથી હટાવીને દાદરના પ્લૅટફૉર્મ-નંબર ૧ પર રેલવે બ્રિજની સીડીઓ નીચેની જગ્યામાં વજન માપવાનું મશીન મૂકી દેવામાં આવ્યું છે. સુધરાઈના અધિકારીઓ દ્વારા ફેરિયાઓ પર કાર્યવાહી કરવામાં આવે ત્યારે ફેરિયાઓ આ મશીન પર પોતાનો સામાન રાખે છે અને ત્યાં જ સીડી નીચે બેસે છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK