દાદર-માટુંગા-સાયન-વડાલાના કયા-કયા રસ્તા ખોદાયેલા છે?

તસવીરો પાડીને This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it પર મોકલો અથવા એરિયાનું નામ ઈ-મેઇલ કરી દો : આવું કરવાનું કારણ એ કે મુંબઈભરના ૧૦૦૦ રસ્તાઓ ખોદવામાં આવ્યા છે અને ચોમાસામાં હાલત ખરાબ થવાની છેશહેરમાં વિવિધ ઑથોરિટીઝ તથા યુટિલિટીઝ કંપનીઓએ એક હજાર જેટલા રસ્તાઓ ખોદી નાખ્યા છે. જો આ રસ્તાઓને સમયસર પૂરવામાં નહીં આવે તો આ વર્ષે પણ મુંબઈગરાઓની હાલત બગડવાની છે. ચોમાસા પહેલાં લેવામાં આવેલી બેઠકમાં આ માહિતી બહાર આવી છે. MMRDA, મ્હાડા, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD), ટેલિફોન નિગમ, ગૅસ, વીજળી કંપનીઓ, ગટર તથા પાણીની પાઇપલાઇનના રિપેરિંગ માટે એક હજાર રસ્તાઓ ખોદવામાં આવ્યા છે. તમામ રસ્તાઓને ૨૦ મે સુધી પૂરી કાઢવા માટેની તાકીદ કરવામાં આવી છે. અત્યારે તો આ બાબતે બાંહેધરી આપવામાં આવી છે. જોકે એપ્રિલ મહિનામાં વધુ એક બેઠક કરીને સ્થિતિ જાણવાનો પ્રયાસ કરવામાં આવશે. વળી રસ્તો સમથળ ન કરનારા વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK