દાદરમાં ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી સ્કૂલ સામેની જ ફૂટપાથ પર કાર-પાર્કિંગ

આ સમસ્યાના કારણે સ્કૂલનાં બાળકોએ જીવ જોખમમાં મૂકીને રસ્તા પરથી ચાલવું પડે છે, પણ ટ્રાફિક-પોલીસની આંખો પર તાળાં લાગેલાં છેદાદર-ઈસ્ટની હિન્દુ કૉલોનીના ખોરઘાટ રોડ પર આવેલી ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી સ્કૂલની સામેની જ ફૂટપાથ પર કાર-પાર્કિંગ કરવામાં આવી રહ્યું હોવાનું મિડ-ડે LOCAL દ્વારા મંગળવારે કરવામાં આવેલા નિરીક્ષણમાં જાણવા મળ્યું હતું. આ સમસ્યાને કારણે સ્કૂલનાં બાળકોએ તેમનો જીવ જોખમમાં મૂકીને રસ્તા પરથી ચાલવું પડે છે. આ સમસ્યા બદલ અહીંના રહેવાસીઓએ ઘણી વાર ટ્રાફિક-પોલીસમાં ફરિયાદ કરી છે, પરંતુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી.

દાદરની હિન્દુ કૉલોનીમાં મંગળવારે મિડ-ડે LOCAL દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણમાં ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી સ્કૂલ સામે આવેલા પ્રથમેશ બિલ્ડિંગની સામેની ફૂટપાથ પર ઘણી કાર લાઇનથી પાર્ક કરેલી જોવા મળી હતી તથા આ બિલ્ડિંગમાં કારની સંખ્યા વધુ હોવાથી આ એક મોટી સમસ્યા હોવાનું જાણવા મળ્યું હતું. આ સમસ્યાને કારણે સ્કૂલનાં ઘણાં બાળકોને અને પેરન્ટ્સને આ ફૂટપાથ પર ચાલવા મળી રહ્યું નથી તથા તેમણે તેમનો જીવ જોખમમાં મૂકીને રસ્તા પરથી ચાલવું પડી રહ્યું છે. આ સમસ્યાથી કંટાળીને અહીંના ઘણા રહેવાસીઓએ ટ્રાફિક-પોલીસમાં ઘણી ફરિયાદ કરી છે, પણ કાર-પાર્કિંગની આ સમસ્યા દૂર થઈ નથી.’

આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓએ મિડ-ડે LOCALને ફરિયાદ કરી હતી કે ‘આ ફૂટપાથ પર અમને કદી પણ ચાલવા મળ્યું નથી. આ ફૂટપાથ રહેવાસીઓએ કાર-પાર્કિંગ માટે ખરીદી હોય એવું અમને લાગે છે. આ સમસ્યા ગંભીરતાથી લઈને દૂર કરવી જ જોઈએ.’

સુધરાઈના અધિકારીઓ અને ટ્રાફિક-ડિપાર્ટમેન્ટના ઑફિસરોએ કહ્યું હતું કે ‘અમે આ ફૂટપાથ પરના કાર-પાર્કિંગની તપાસ કરીશું અને જો આ પાર્કિંગ ગેરકાયદેસર કરવામાં આવતું હશે તો કારચાલકોને દંડ પણ ફટકારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK