દાદરના રેડીમેડ ગાર્મેન્ટ્સના વેપારીઓ રોજબરોજની હપ્તાખોરીથી ત્રસ્ત

RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા થઈ રહેલીરોહિત પરીખ

દાદરના સેનાપતિ બાપટ માર્ગ અને ભવાની શંકર રોડની આજુબાજુના વિસ્તારોમાં આવેલા રેડીમેડ ગાર્મેન્ટ્સના હોલસેલ અને રીટેલર વેપારીઓ RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા અમુક લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા થઈ રહેલી રોજબરોજની હપ્તાખોરીથી ત્રસ્ત થઈ ગયા છે. આમ છતાં વેપારીઓમાં એકતાનો અભાવ હોવાથી અને પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ન બંધાય એવી વિચારસરણીને લીધે તેઓ આવા લોકો સામે લડવાને બદલે હાથ જોડીને બેઠા છે.

સેનાપતિ બાપટ માર્ગ અને ભવાની શંકર રોડની આસપાસના વિસ્તારમાં અનેક કમર્શિયલ કૉમ્પ્લેક્સ આવેલાં છે. આ કૉમ્પ્લેક્સોમાં બધી જ ઓનરશિપની દુકાનો છે જેમાંથી ૪૦ ટકાથી વધુ દુકાનો એના ઓનરોએ ભાડા પર આપી છે. આ દુકાનોમાં મુખ્યત્વે કચ્છી, ગુજરાતી, સિંધી, પંજાબી અને મહારાષ્ટ્રિયન વેપારીઓ રેડીમેડ ગાર્મેન્ટ્સ અને કપડાંનું કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે. જગ્યાના અભાવે તેમણે પોતાની દુકાનોમાં માલ રાખવા માટે માળિયાં બાંધ્યાં છે. આ માળિયાં (મેડા)નાં બાંધકામો અને દુકાનોમાં બનાવવામાં આવતાં ફર્નિચરો RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા અમુક લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ માટે મબલક કમાણીનું સાધન બની ગયાં છે.

RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા અમુક લોકો અને રાજકીય પક્ષોના નેતાઓની કમાણીની સ્ટાઇલ વિશે વાતચીત કરતાં અમુક વેપારીઓએ તેમનાં નામ ન છાપવાની શરતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારી દુકાનમાં અમે એક ખીલી પણ મારીએ કે તરત જ આ વિસ્તારના અમુક RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા લોકો RTIમાં અરજી કરી અમે જે ખીલી મારી છે એની અધિકૃતતાની તપાસ કરવા લાગે છે. ત્યાર પછી આવીને અમને બ્લૅકમેલ કરે છે જેમાં આ વિસ્તારના રાજકીય પક્ષોના નેતાઓ પણ જોડાઈ જાય છે. અમારામાં એકતાનો અભાવ હોવાથી અને પાણીમાં રહીને મગરમચ્છ સાથે વેર ન બાંધવાની ગણતરીથી તેમ જ બીજી પળોજણોમાંથી બચવા માટે અમારા વેપારીઓ RTI ઍક્ટિવિસ્ટ બની બેઠેલા અમુક લોકો અને રાજકીય પક્ષોના નેતાઓ સામે ઝૂકીને તેઓ માગે એટલા રૂપિયા આપવા તૈયાર થઈ જાય છે, જેને પરિણામે હવે યમ ઘર ભાળી ગયા જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK