દાદરના ઈસ્ટ-વેસ્ટને જોડતા લોકમાન્ય ટિળક બ્રિજની ફૂટપાથની હાલત અત્યંત જોખમી

દાદરના ઈસ્ટ-વેસ્ટને જોડતા મહત્વના લોકમાન્ય ટિળક બ્રિજ પરથી થતી રોજની હજારો વાહનોની અવરજવરને લીધે આ બ્રિજ પર ૨૪ કલાક ટ્રાફિક જૅમ રહે છે જેને કારણે ઈસ્ટમાંથી વેસ્ટમાં જનારા હજારો રાહદારીઓએ ફરજિયાત આ બ્રિજની ફૂટપાથનો  ઉપયોગ કરવો પડે છે.


આ ફૂટપાથનો અડધો ભાગ ફેરિયાઓ રોકીને બેસી ગયા છે અને અડધા ભાગની હાલત કથળીને અત્યંત જોખમી બની ગઈ છે. સ્થાનિક દુકાનદારો અને રહેવાસીઓ કહે છે, ‘સુધરાઈએ આ ફૂટપાથનું રિનોવેશન કરાવવાની તાતી જરૂર છે. સુધરાઈ ઘણા લાંબા સમયથી આ બાબતે કોઈ પગલાં નથી લેતી.’

આના વિશે માહિતી આપતાં રસ્તા પરથી દરરોજ પસાર થતી કાજલ પંડિતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ બ્રિજની બન્ને બાજુની ફૂટપાથ પરના અનેક ભાગોમાંનાં ટાઇલ્સ અને પેવર બ્લૉક્સ નીકળી ગયાં છે. ગટરોનાં ઢાંકણાં તૂટી ગયાં છે એને કારણે અનેક રાહદારીઓ આ ફૂટપાથ પર પડી જાય છે. આ ફૂટપાથની બાજુનું એક ઝાડ વધીને ફૂટપાથ પર આવી ગયું છે અને એ જ જગ્યાએ બસ-સ્ટૉપ પણ છે. આ ઝાડનો બહાર આવી ગયેલો ભાગ રાહદારીઓને ચાલવામાં નડતરરૂપ બને છે છતાં એને કાપવાની તસ્દી સુધરાઈ નથી લેતી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK