દાદર સ્ટેશનની થશે કાયાપલટ, લાગશે નવાં ૧૮ એસ્કેલેટર

મુસાફરોના ભારે ધસારાવાળા દાદર સ્ટેશનની કાયાપલટ કરવાની યોજના મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશને (MRVC) બનાવી છે એ અનુસાર સેન્ટ્રલ તથા વેસ્ટર્ન લાઇન પર આવેલા ફૂટઓવર બ્રિજ (FOB)ને જોડવામાં આવશે.ઉપરાંત દરેક પ્લૅટફૉર્મ પર એક એસ્કેલેટર મૂકવામાં આવશે. આમ વેસ્ટર્ન તથા સેન્ટ્રલ લાઇનમાં કુલ ૧૮ એસ્કેલેટર મૂકવામાં આવશે. દાદર સ્ટેશનના બન્ને ભાગને જોડતા સુધરાઈના પુલની સમાંતર એક FOB બનાવવામાં આવશે. પરિણામે ફૂલમાર્કેટ પાસે ભીડ ઓછી થશે. ટિળક બ્રિજના સમાંતર પણ એક FOB બનાવવામાં આવશે જેને તમામ પ્લૅટફૉર્મ સાથે જોડવામાં આવશે. MRVCના પ્રોજેક્ટ માટે વર્લ્ડ બૅન્ક તરફથી ૩૮૫ મિલ્યન અમેરિકન ડૉલર મળવાના હતા જે એ વખતના રૂપિયાના મૂલ્ય પ્રમાણે ૧૭૦૯ કરોડ રૂપિયા હતા, પરંતુ હવે રૂપિયાની કિંમત ઘટતાં MRVCને કુલ ૨૦૮૦ કરોડ રૂપિયા મળશે. આમ વધારાના ૩૭૧ કરોડ રૂપિયા મળશે જેના આધારે આ યોજના બનાવવામાં આવી છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK