દાદર ચોપાટીમાં વિસર્જનમાં હજારો ભક્તોની રક્ષા માટે ફક્ત ૬ લાઇફગાર્ડ

દાદર-વેસ્ટની ચોપાટી પર આ વર્ષે ફક્ત છ લાઇફગાર્ડ જ રાખવામાં આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ હજારોની સંખ્યામાં લોકો અહીં ગણપતિના વિસર્જન માટે આવશે, પણ શું છ સિક્યૉરિટી ગાર્ડ હજારો ગણેશભક્તોની રક્ષા કરી શકશે એવો પ્રશ્ન ભક્તજનોને અત્યારે સતાવી રહ્યો છે.



આ ચોપાટી પર અગાઉ ચાર લાઇફગાર્ડ જ હતા અને દોઢ મહિના પહેલાં એક યુવાનનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ થયું હતું. જોકે આ ચોપાટી પર કોઈ પણ ખાસ સિક્યૉરિટી હોતી નથી.

મિડ-ડે LOCALએ સોમવારે આ ચોપાટીનું નિરીક્ષણ કર્યું ત્યારે ફક્ત છ લાઇફગાર્ડ જ આ ચોપાટીની રક્ષા કરતા હોવાનું જોવા મળ્યું હતું. સુધરાઈના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે ‘આ ચોપાટી પર હાલમાં અમે હાઈ ટાઇડનું બોર્ડ લગાવ્યું છે અને આ બોર્ડ પ્રમાણે જ ગણેશભક્તોને અમે દરિયામાં એન્ટ્રી આપીશું.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK