દાદરમાં આજે ટૅક્સી-ડ્રાઇવરોનું શક્તિ-પ્રદર્શન, લોકોએ હાડમારી વેઠવી પડે એવી શક્યતા

આજે દાદર (ઈસ્ટ)માં સ્વામિનારાયણ મંદિર સામે ટૅક્સી-ડ્રાઇવરો મુંબઈના વિવિધ વિસ્તારોમાં બંધ કરી દેવાયેલાં ટૅક્સી-સ્ટૅન્ડ ફરીથી ચાલુ કરવામાં આવે એવી માગણી સાથે દેખાવો કરવાના છે.


એને લીધે દાદર સ્ટેશન જવા માગતા અને એમાંથી બહાર આવતા અનેક પૅસેન્જરોએ હાડમારી વેઠવી પડે એવી શક્યતા છે. પીક-અવર્સમાં આ ટૅક્સી-ડ્રાઇવરોના આ દેખાવને કારણે અનેક લોકોએ હેરાન થવું પડે એવી શક્યતા છે.  

આ બાબતે સરકારના અને મુખ્યત્વે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ઢીલા વલણને કારણે ત્રાસી ગયેલા ટૅક્સી યુનિયને ગઈ કાલે એ માટે એક અર્જન્ટ મીટિંગ બોલાવી હતી અને એમાં આ ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. યુનિયને જણાવ્યું હતું કે ટૅક્સી-ડ્રાઇવરો સવારે ૧૦ વાગ્યે તેમની ટૅક્સી સાથે દાદર પહોંચી જશે અને ત્યાં તેમની ટૅક્સી પાર્ક કરી દેશે. એ પછી ટૅક્સી-ડ્રાઇવરો કટોરો લઈને લોકો પાસેથી રૂપિયા ઉઘરાવશે અને એ રૂપિયા ત્યાર બાદ રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસને અપાશે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK