બ્રેકને બદલે પગ પડ્યો ઍક્સેલરેટર પર પડી જતા કાર અકસ્માત

દાદરમાં સર્કલ પાસે સિનિયર સિટિઝને કાર ફુટપાથ પર ચડાવી દેતાં એક મહિલા ગંભીર રીતે જખમી

car accident

તસવીર : ચિરાગ વાઘેલા


દાદર TT સર્કલ પાસે ગઈ કાલે બપોરે ૧૨.૩૦ વાગ્યાની આસપાસ હૉન્ડા અમેઝ કાર ચલાવી રહેલા એક સિનિયર સિટિઝને અચાનક બ્રેકને બદલે ઍક્સેલરેટર દબાવી દેતાં કાર પાસેની ફુટપાથ પર ચડી ગઈ હતી અને ઝાડને ટકરાઈ હતી. આ ઘટનામાં ૪૫ વર્ષની એક મહિલા ગંભીર રીતે ઈજા પામી હતી. ઈજાગ્રસ્ત મહિલાને કાર ચલાવનાર સિનિયર સિટિઝન જ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. એ સિવાય ઘટના દરમ્યાન એકથી દોઢ કલાક સુધી ભારે ટ્રાફિક જૅમની સમસ્યા થઈ હતી. કાર ઝાડ સાથે અથડાતાં મોટી ઘટના ઘટતી ટળી હતી, નહીં તો અનેક લોકો કારની અડફેટે આવી શક્યા હોત. આ ઘટનામાં ઘટનાસ્થળે પાર્ક કરેલી બાઇકને મામૂલી નુકસાન થયું હતું. માટુંગા પોલીસે ઘટનાસ્થળેથી કાર કબજે કરી હતી.



This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK