દાદરમાં પ્રવાસીને ઢોરમાર મારનારો આરોપી ઝડપાયો

CCTV કૅમેરાના ફુટેજના આધારે પોલીસે કરી કાર્યવાહી

દાદર રેલવે-પ્લૅટફૉર્મ પર એક કપલનો ફોટો પાડનાર પ્રવાસીને મુક્કા મારીને તેનો જીવ લેનાર આરોપી ૨૯ વર્ષનો કિરણ ગાયકવાડ ગઈ કાલે ઝડપાઈ ગયો હતો.

પાલઘરમાં રહેતો અને બિલ્ડિંગના કામકાજનો કૉન્ટ્રૅક્ટ લેતો ૪૫ વર્ષનો હરિશ્ચંદ્ર પવાર રવિવારે સાંજે દાદર-દહાણુ મેમુ પકડવા દાદરના પ્લૅટફૉર્મ-નંબર ૭ પર ઊભો હતો. એ વખતે એ પ્લૅટફૉર્મ પર એક કપલ ઊભું હતું એનો તે મોબાઇલમાં ફોટો પાડી રહ્યો હતો. જોકે કપલે એ વિશે ઑબ્જેક્શન ઉઠાવ્યું અને મેમુમાં ચડ્યા બાદ એમાંના યુવકે હરિશ્ચંદ્રને મુક્કા મારતાં તે સીટ પરથી નીચે ગબડી ગયો હતો. અંધેરી આવતાં તેની હાલત ખરાબ થવા માંડી હતી અને પાલઘર આવતાં તે મૃત્યુ પામ્યો હતો.

વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી પોલીસ-કમિશનર દીપક દેવરાજે જણાવ્યું હતું કે વેસ્ટર્ન રેલવેના દાદરના પ્લૅટફૉર્મ પર રહેલા CCTV કૅમેરાના ફુટેજની તપાસ કર્યા બાદ એમાં આરોપી કેદ થયેલો દેખાય છે. મુંબઈ સેન્ટ્રલ રેલવે-પોલીસના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દાદરમાં ઊભેલી એ મહિલાના હાથમાં ઈઝી બાય લખેલી પ્લાસ્ટિકની થેલી હતી. રેલવે ક્રાઇમ બ્રાન્ચે ગૂગલમાં સર્ચ કરીને મુંબઈમાં આ કંપનીની આવેલી દુકાનોનાં ઍડ્રેસ શોધ્યાં હતાં. વિરારમાં આવેલી ઈઝી બાયની શૉપમાં એ મહિલા વારંવાર ખરીદી કરવા આવતી હોવાથી તેનો મોબાઇલ-નંબર મેળવ્યો હતો. એના આધારે કિરણ ગાયકવાડને ગઈ કાલે બપોરે ચાર વાગ્યે ઝડપી લીધો હતો. કિરણ દહાણુ રહે છે અને તે કબડ્ડી પ્લેયરોને કોચિંગ આપે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK