દલિતોના હિંસક આંદોલન સામે વેપારીઓનો આક્રોશ

મંગળવારે થયેલી તોડફોડથી વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન : પોલીસ-કમિશનર અને મુખ્ય પ્રધાન સમક્ષ કાયદાકીય પગલાં લેવાની માગણી

dadar tt shop


દાદરના ચિત્રા સિનેમા પાસેના આંબેડકર ભવનને ડિમોલિશ કરવાના વિરોધમાં મંગળવારે બાબાસાહેબ આંબેડકરના અનુયાયીઓએ દાદરની અનેક રીટેલ દુકાનો અને વાહનો પર પથ્થરમારો કરીને દાદર અને પરેલ વિસ્તારમાં દહેશતનું વાતાવરણ સરજ્યું હતું. એની સામે ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશન્સે આક્રોશ વ્યક્ત કયોર્ છે એટલું જ નહીં, એણે આ બાબતમાં ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને મુંબઈના પોલીસ-કમિશનરને પત્ર લખીને કાયદો અને વ્યવસ્થાની કાળજી રાખવાનો અનુરોધ કયોર્ છે તેમ જ નુકસાની માટે કોણ જવાબદાર એ સવાલ પૂછીને બેફામ દાદાગીરી કરનારા અને અરાજકતા ફેલાવનારા લોકો સામે કાયદાકીય પગલાં લેવાની માગણી કરી છે. આ પહેલાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા પણ ચીફ મિનિસ્ટર અને પોલીસ-કમિશનર પાસે આવી જ માગણી કરવામાં આવી હતી.

ફેડરેશન ઑફ મુંબઈ રીટેલ ક્લોથ ડીલર્સ અસોસિએશન્સના પ્રમુખ મહેન્દ્ર કોઠારીએ આ સંદર્ભમાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારથી જે કંઈ વાતાવરણ સર્જાયું એના પગલે નિદોર્ષ દુકાનદારોએ બિઝનેસ અને ફર્નિચરનું નુકસાન ભોગવવું પડ્યું હતું. દાદરના હિન્દમાતાથી લઈને દાદર TT સુધીની રીટેલ દુકાનો પર પથ્થરમારો કરીને એને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને દુકાનો લૂંટવામાં આવી હતી. લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. એની સામે કાયદો અને વ્યવસ્થા જળવાઈ નહોતી. પોલીસ-અધિકારીઓની નજર સમક્ષ જ આખી ઘટના બની હતી. એનાથી વેપારી આલમમાં આક્રોશ ફેલાયો છે. વેપારી આલમ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. વેપારીઓને લાખો રૂપિયાનું જે નુકસાન થયું એના માટે જવાબદાર કોણ? પોલીસે તેમની સામે કાનૂની પગલાં લેવાં જોઈએ જેથી ફરીથી આ પ્રકારની ઘટના ન બને. ’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK