થોડા દિવસ માટે ૯૦૧ બ્લૅક ઍન્ડ યલો ટૅક્સી કેમ ગાયબ થઈ જશે?

ઇલેક્શન-ડ્યુટી માટે મે મહિના દરમ્યાન કુલ ૯૦૧ બ્લૅક ઍન્ડ યલો ટૅક્સીઓને બુક કરવામાં આવી છે.


ચૂંટણીની પ્રક્રિયા સરળતાથી પૂરી કરવા ચૂંટણી-અધિકારીઓના સરળતાથી આવન-જાવન માટે રાજ્ય સરકારે ૧૧થી ૧૯ મેના આઠ દિવસ દરમ્યાન આ ટૅક્સીઓ બુક કરી છે. ડ્રાઇવરોને ભાડા ઉપરાંત પેટ્રોલ તથા ભોજનનો ખર્ચ પણ આપવામાં આવશે જેથી આ દિવસો દરમ્યાન તેમને થનારા નુકસાનનું વળતર મળી શકે. ડ્રાઇવરોને રોજના ૧૮૦૦ રૂપિયા ચૂકવવામાં આવશે. જો નિયત ૧૦૦ કિલોમીટર કરતાં ટૅક્સી વધુ ફરે તો વધારાના કિલોમીટરદીઠ બાર રૂપિયા ચૂકવવામાં આવશે. ગયા વર્ષે આ ડ્રાઇવરોને રોજના ૧૨૦૦ રૂપિયા ચૂકવવામાં આવતા હતા. આ વખતે રોજના ૨૦૦૦ રૂપિયા ચૂકવવામાં આવે એવી માગણી યુનિયને કરી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK