કોન્ગ્રેસે મુંબઈમાં 5 ગુજરાતી ઉમેદવારોને ટિકિટ ફાળવી

MPCCના ગુજરાતી સેલના અધ્યક્ષ મંનીષ શાહની આ બીજી ઝુંબેશને સફળતા : પ્રથમં સફળ ઝુંબેશ દાદર-માટુંગાનાં બિલ્ડિંગો પરથી હેરિટેજ ટૅગ કાઢી નાખવાની હતી : હવે ગુજરાત ભવનની માગણી


મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટીના ગુજરાતી સેલના પ્રમુખ મંનીષ શાહે આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુંબઈમાંથી ૭ ગુજરાતી ઉમેદવારોને ટિકિટ ફાળવવાની ઉગ્ર માગણી સાથે ઝુંબેશ ચલાવી હતી. તેમંણે મંહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવાણ, AICCના જનરલ સેક્રેટરી ગુરુદાસ કામંત, MPCCના અધ્યક્ષ જનાર્દન ચાંદુરકર, ડિસ્ટ્રિક્ટ પ્રેસિડન્ટ હુકમંરાજ વગેરેને મંળીને આવેદનપત્ર આપ્યું હતું. હવે મંનીષ શાહની મંહેનત રંગ લાવી છે અને કૉન્ગ્રેસ પાર્ટીએ મુંબઈમાં પાંચ ગુજરાતી ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. આ પાંચ ઉમેદવારોમાં દહિસરથી શીતલ મ્હાત્રે (મંહેતા), ચારકોપથી ભરત પારેખ, ઘાટકોપરથી પ્રવીણ છેડા, મંલબાર હિલથી સુશીબહેન શાહ અને મુંબાદેવીથી અમીન પટેલનો સમાવેશ છે.

મુંબઈ પ્રદેશ કૉન્ગ્રેસ કમિટી (MPCC)ના ગુજરાતી સેલના પ્રમુખ અને જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (જીઓ)ના ઉપપ્રમુખ-ડિરેક્ટર મંનીષ આર. શાહે કૉન્ગ્રેસ પાર્ટીના આ પગલાને આવકારતાં જણાવ્યું હતું કે ‘મુંબઈની ૧.૨૫ કરોડની વસ્તીમાં ગુજરાતીઓની સંખ્યા ૩૦ લાખની છે અને ગુજરાતી મંતદાતાઓની સંખ્યા ૨૨ લાખ છે. આથી મુંબઈની કુલ ૩૬ બેઠકોમાંથી ગુજરાતી ઉમેદવારોને ફાળવાયેલી પાંચ બેઠકો આવકાર્ય છે.

ગુજરાત ભવન

મુંબઈના પાલકપ્રધાન નસીમં ખાને તાજેતરમાં કાલિના કૅમ્પસમાં ઉર્દૂ ભવન અને હિન્દી ભવન ઊભાં કરવાની જાહેરાત કરી હતી. મુંબઈમાં સાહિત્ય ઍકૅડેમી હિન્દી, ઉર્દૂ અને ગુજરાતીમાં છે. આથી કાલિના કૅમ્પસમાં ગુજરાત ભવન પણ ઊભું થવું જોઈએ એવી માગણી મંનીષ શાહે કરી છે.વડાલાના વિધાનસભ્ય કાલિદાસ કોલમ્બકર અને સાયનના વિધાનસભ્ય જગન્નાથ શેટ્ટીએ ચૂંટણી બાદ આ બાબત હાથ ધરવાની બાંયધરી આપી છે.

દાદર-માટુંગાનાં બિલ્ડિંગો પરથી હેરિટેજ ટૅગની નાબૂદી


મંનીષ શાહની પ્રથમં ઝુંબેશ દાદર-માટુંગાનાં બિલ્ડિંગો પરથી હેરિટેજ ટૅગ કઢાવી નાખવાની હતી જેમાં તેમંને જ્વલંત સફળતા મંળી હતી.એ માટે તેમંણે માટુંગા-રામંવાડીમાં બે વાર જાહેર સભા યોજી હતી અને બધા કૉન્ગ્રેસી આગેવાનોને બોલાવ્યા હતા. એ બેઠકમાં વિધાન પરિષદના અધ્યક્ષ શિવાજીરાવ દેશમુખ, MPCCના પ્રમુખ જનાર્દન ચાંદુરકર, ભૂતપૂર્વ સંસદસભ્ય એકનાથ ગાયકવાડ, કૉન્ગ્રેસ યુથ કૉન્ગ્રેસના પ્રમુખ ગણેશ યાદવ, વિધાનસભ્ય કાલિદાસ કોલામ્બકર, માજી નગરસેવક ઉપેન્દ્ર દોશી, માટુંગાનાં નગરસેવિકા નયના દોશી વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK