દાદરની સ્કૂલ ફૉર બ્લાઇન્ડના પરિસરમાં પણ પાણી ભરાયાં, વર્ષોનો રેકૉર્ડ તૂટ્યો

આ ચોમાસામાં મુશળધાર વરસાદ દરમ્યાન જે સ્થળોએ ક્યારે પણ પાણી ભરાવાની ફરિયાદો નહોતી આવતી ત્યાંથી પણ પાણી ભરાવવાની ફરિયાદો આવી છે.

school

રોહિત પરીખ

એમાં દાદર (ઈસ્ટ)માં આવેલી શ્રીમતી કમલા મહેતા દાદર સ્કૂલ ફૉર બ્લાઇન્ડનો પણ સમાવેશ છે, જ્યાં ગઈ કાલે સવારના વરસાદને કારણે સ્કૂલના પરિસરમાં પાણી ભરાઈ ગયાં હતાં. એણે સ્કૂલનો આટલાં વર્ષનો રૅકૉર્ડ તોડી નાખ્યો હતો.

school1

આ બાબતની માહિતી આપતાં સ્કૂલના ટ્રસ્ટી ભરત ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મુંબઈ માટે સૌથી ભયંકર બનેલી ૨૦૦૫ની સાલની ૨૬ જુલાઈ અને ૨૦૧૭ની ૨૯ ઑગસ્ટને દિવસે દાદર સ્ટેશનથી લઈને હિન્દમાતા સુધીના વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાયાં હતાં, પરંતુ એ સમયે પણ અમારી સ્કૂલના પરિસરમાં ગઈ કાલ જેટલાં પાણી ભરાયાં નહોતાં. ગઈ કાલના વરસાદમાં અમારા પરિસરમાં કમરસમાં પાણી ભરાઈ ગયાં હતાં. આમ તો અમે મુશળધાર વરસાદને લીધે સ્કૂલમાં રજા રાખી હતી, પરંતુ જે બાલિકાઓ અમારી સ્કૂલની હૉસ્ટેલમાં રહે છે તેમને ગઈ કાલના વરસાદમાં પાણીમાંથી પસાર થવું પડ્યું હતું.’