સુધરાઈ હવે તો જાગે... ગાંધી માર્કેટ પાસેના ખાડાઓ હવે તો ભરે

ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર ગાંધી માર્કેટ પાસે પડેલા ખાડા સુધરાઈ બરાબર ભરતી નથી : ચોમાસામાં ભરેલા ખાડા ફરી ખૂલી ગયા છે : કૉન્ક્રીટ રોડના સળિયા દેખાય છે


pot holl


ખાડા પૂરી દેવાનાં પ્રૉમિસ આપતી સુધરાઈએ પોતાના વાયદા પૂરા નથી કર્યા એવું ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પરથી પસાર થતા વાહનચાલકો તેમ જ ગાંધી માર્કેટ પાસે રહેતા લોકોનું કહેવું છે. ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ પર આવેલી ગાંધી માર્કેટ પાસે રોડની હાલત કથળી ગઈ છે. આ રોડ પરથી દરરોજ અનેક વાહનો પસાર થાય છે. સાયનને સાઉથ મુંબઈ સાથે જોડતો આ અતિ મહત્વનો રોડ હંમેશાં ટ્રાફિકથી ધમધમતો હોય છે.

કૉન્ક્રીટના આ રોડના સળિયા પણ દેખાઈ આવે એવા મોટા ખાડા પડી ગયા છે. મિડ-ડે LOCALમાં આ સમસ્યા અનેક વાર પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ ખાડા ભર્યા હતા, પણ ખાડા ભરાવાના ટૂંક સમયમાં ખાડા ફરી ખૂલી ગયા હતા. હાલતાં-ચાલતાં સુધરાઈ આને ભરી દે છે, પણ વારંવાર કરતાં એક વારમાં આનું પર્મનન્ટ સૉલ્યુશન કેમ નથી લાવતી એ લોકોને સામજાતું નથી.

આ બાબતે માહિતી આપતાં એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રોડની હાલત બદતર થતી જાય છે. રોડ પર અવારનવાર ટ્રાફિક જૅમ જોવા મળે છે. ખાડાઓને કારણે વાહનચાલકોને પોતાની કારની સ્પીડ ઓછી કરીને ગાડી ચલાવવી પડે છે. બાઇકરોને તો સૌથી વધારે અલર્ટ થઈને બાઇક ચલાવવી પડે, જો તેઓ બેધ્યાન હોય તો તેમને ઈજા થઈ શકે છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK