સાયનમાં કોણ કરે છે વૃક્ષોનું મર્ડર?

૩૦થી ૩૫ વૃક્ષોનાં થડમાં ઍસિડ નાખીને એમને ખોખલાં કરવામાં આવી રહ્યાં છે : ૫૦થી વધુ વર્ષોથી આ વૃક્ષો છેમયૂર સચદે

સાયન (ઈસ્ટ)માં આવેલી લ્ત્ચ્લ્ કૉલેજ પાસે લાઇનથી અનેક વષોર્ જૂનાં વૃક્ષો છે. આ વૃક્ષો ૪૫થી ૫૦ વર્ષ જૂનાં છે. છેલ્લા અનેક મહિનાઓથી આ વૃક્ષોમાં ઍસિડ નાખવામાં આવે છે એવું માનવું છે સ્થાનિક લોકોનું. આ વૃક્ષો જેટલાં લીલાંછમ હતાં એટલાં હવે બિલકુલ નથી રહ્યાં. આ વૃક્ષોનાં થડમાં કોણ ઍસિડ નાખે છે? એના પર કોણ રોક લાવશે? એના ગુનેગારોને કોણ શોધશે? આવા અનેક સવાલો સ્થાનિક લોકોના મનમાં ચાલી રહ્યા છે.

આ બાબતે માહિતી આપતાં એક સ્થાનિક રહેવાસી ગૌરાંગ વોરાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘મારે અવારનવાર આ રોડ પરથી વૉકિંગ કરવાનું થતું હોય છે. થોડા દિવસ પહેલાં હું અહીંથી પસાર થયો ત્યારે વૃક્ષોનાં પાન રોડ પર ખરેલાં જોવા મળ્યાં હતાં. ફરી પાછો જ્યારે અહીંથી પસાર થયો ત્યારે મને વૃક્ષો પર પાંદડાં બિલકુલ જોવા નહોતાં મળ્યાં. જ્યારે મેં ઝાડની નજીક જઈને જોયું તો ઝાડનાં થડોમાં કાણાં પડેલાં અને ખીલા ઠોકેલા જોવા મળ્યાં હતાં. તરત મેં સુધરાઈની હેલ્પલાઇન પર કૉલ કરીને આ વિશે ફરિયાદ નોંધાવી હતી. બીજા દિવસે જ્યારે મેં F-નૉર્થ વૉર્ડ-ઑફિસમાં ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારી યોગેશ ખાંડગેને આ વિશે ફોન પર વાત કરી તો તેમણે મને આ વૃક્ષો ક્યાં આવેલાં છે એ વિશે પૂછ્યું હતું. કમ્પ્લેઇન્ટ થવા છતાં તેમને એ વૃક્ષો ક્યાં આવેલાં છે એની ખબર નહોતી. આવા ટ્રી-કિલરોને રોકવાની અત્યંત જરૂર છે.’  મિડ-ડે LOCAL દ્વારા ગાર્ડન ડિપાર્ટમેન્ટના અધિકારી યોગેશ ખાંડગેને આ બાબતે સ્પષ્ટીકરણ કરવા ફોન કર્યો હતો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘આ બાબતમાં હું તમને કોઈ જાણકારી નહીં આપી શકું. તમે અમારા સિનિયર ઑફિસર સાથે વાત કરો.’


F-નૉર્થ વૉર્ડ-ઑફિસરનું શું કહેવું છે?


F-નૉર્થ વૉર્ડ-ઑફિસર અલકા સાસણેએ કહ્યું હતું કે ‘મૈં અભી તો કુછ નહીં બતા સકતી. અત્યારે તો અમે ઇલેક્શનમાં બિઝી છીએ. તમે મને SMS કરો, હું તમને SMS પર જવાબ આપીશ.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK