સાયનના હાઇવે પર ટૂરિસ્ટ બસોમાંથી માલસામાનનું લોડિંગ-અનલોડિંગ

સાયનમાં ગુરુકૃપા હોટેલ પાસે ટૂરિસ્ટ બસોમાં માલસામાન લોડિંગ-અનલોડિંગ થતાં સ્થાનિક રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.



મયૂર સચદે

આ સમસ્યાનો કોઈ મેજર ઉપાય આવ્યો નથી. હવે થોડા સમયથી આ બસો સાયન હાઇવે પાસે માલસામાન લોડિંગ અન-લોડિંગ કરતી જોવા મળે છે. સાયન હાઇવે શું આ બસ-ઑપરેટરો માટે નવો અડ્ડો બની ગયો છે? આ સમસ્યા ઊભી થાય એ પહેલાં જો પ્રશાસન દ્વારા નક્કર પગલાં નહીં લેવાય તો લોકો માટે નવી સમસ્યા ઊભી ને ઊભી રહે છે.આ વિશે માહિતી આપતાં એક ટૅક્સી-ડ્રાઇવરે મિડ-ડે Localને કહ્યું હતું કે ‘થોડા સમયથી આ બસોમાંથી માલસામાન ઊતરતો જોવા મળે છે. અહીં પહેલાં આવું નહોતું થતું. ક્યારેક તો આ બસો અહીં કલાકો સુધી ઊભી હોય છે. આ બસો માટે નવું જંક્શન બની ચૂક્યું છે, પણ બસો તો અહીં ગેરકાયદે ઊભી હોય છે. અહી પીક-અવર્સમાં ટ્રાફિકને આમંત્રણ આપવા જેવું છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK