હાઈ કોર્ટના હુકમને સુધરાઈ ઘોળીને પી ગઈ

માટુંગા-ઈસ્ટમાં ભાઉદાજી રોડ અને તેલંગ રોડ પરથી કચરાની ટ્રકોના પૉઇન્ટ હટાવવાના આદેશનો અમલ કરવામાં ભયંકર વિલંબ


આદિત્ય દેસાઈ


મુંબઈ હાઈ કોર્ટ દ્વારા સુધરાઈને આદેશ આપવા છતાં સુધરાઈ એને ઘોળીને પી ગઈ છે. સુધરાઈની રોજ સવારે અંદાજે ૫૦ જેટલી કચરાની ટ્રકો છેલ્લાં ૩૦ વર્ષથી માટુંગા-ઈસ્ટના ભાઉદાજી રોડ અને તેલંગ રોડ પર આવીને ઊભી રહેતી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં દુર્ગંધ વ્યાપી જતી હતી અને સ્થાનિક લોકો અને ત્યાંથી પસાર થતા રાહદારીઓને ત્રાસ થઈ રહ્યો હતો. સુધરાઈને આ બાબત અસંખ્ય ફરિયાદો કરવા છતાં સુધરાઈના બહેરા કાને અથડાતી હતી અને કોઈ કાર્યવાહી કરવામાં આવતી નહોતી, જેનાથી કંટાળીને ૨૦૧૨માં તેલંગ રોડ રેસિડન્ટ્સ અસોસિએશન દ્વારા મુંબઈ હાઈ કોર્ટમાં  અપીલ કરવામાં આવી હતી, જેમાં રહેવાસીઓની જીત થઈ હતી અને સુધરાઈને માર્ચ ૨૦૧૪ સુધીમાં ભાઉદાજી રોડ અને તેલંગ રોડ પરથી કચરાની ટ્રકોના પૉઇન્ટને હટાવવાનું કહ્યું હતું, જેના અનુસંધાનમાં સુધરાઈ દ્વારા વડાલાના રફી અહમદ કિડવાઈ માર્ગ પર, જ્યાં રહેણાક કે સ્લમ વિસ્તાર નથી, ત્યાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને કોર્ટમાં આ બાબતની ખાતરી આપવામાં આવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK