માટુંગામાં કારના કાચ તોડીને થતી ચોરી સામે થશે સિગ્નેચર કૅમ્પેન

સ્થાનિક રહેવાસીઓ કહે છે કે પોલીસ ચાહે તો આ પ્રૉબ્લેમ આસાનીથી સૉલ્વ કરી શકે છેમયૂર સચદે


માટુંગા-ઈસ્ટમાં આવેલા સર ભાલચંદ્ર રોડના નિશિત મહલ બિલ્ડિંગ પાસે હાલતાં-ચાલતાં ગાડીના કાચ તોડીને થતી ચોરીની ઘટનાઓથી સ્થાનિક રહેવાસીઓ હેરાન-પરેશાન થઈ ગયા છે.

ચોરીની આ સમસ્યાનો અહેવાલ ૧૨ જૂને મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ થયા બાદ સર ભાલચંદ્ર રોડ તેમ જ આંબેડકર રોડના અન્ય લોકોએ જેમની ગાડીના કાચ તોડીને મ્યુઝિક સિસ્ટમની ચોરી થઈ હતી તેમણે મિડ-ડે LOCALને ઈ-મેઇલ અને ફોનથી સંપર્ક કરી પોતાની યાતના વ્યક્ત કરી હતી. લોકોનું માનવું છે કે જો પોલીસ ચાહે તો આ પ્રૉબ્લેમને જડમૂળથી ઉખાડી શકે છે, પણ તેઓ એવું કેમ નથી કરતા એ સમજાતું નથી. દર બીજા દિવસે થતી ચોરીથી ત્રસ્ત લોકોએ સિગ્નેચર-કૅમ્પેન ચલાવવાનું નક્કી કયુંર્ છે.

સિગ્નેચર-કૅમ્પેન બાબતે માહિતી આપતાં સ્થાનિક રહેવાસી રાજેશ ઊંડેવિયા અને બિંજલ પારેખે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘લોકોના મનમાં એવી ગ્રંથિ છે કે જો આપણે નાની ફરિયાદ લઈને જઈએ તો આપણે સતત પોલીસ-સ્ટેશનના ધક્કા ખાવા પડે. આથી મોટા ભાગના લોકો પોલીસ-ફરિયાદ કરવાનું ટાળે છે. જેમની ગાડીના કાચ તોડીને ચોરી થઈ છે તેમણે પોતાની જવાબદારી સમજી આગળ આવીને પોલીસ-ફરિયાદ નોંધાવવી જોઈએ. ઘરે બેસી રહીને પોલીસ પર બ્લેમ કરવાથી ક્રાઇમ ઘટવાનો નથી. મિડ-ડે LOCALમાં આ રીતની ચોરીની ઘટનાનો અહેવાલ પ્રસિદ્ધ થયા પછી લોકોમાં એકતા આવી છે. અમે સ્થાનિક લોકોની સિગ્નેચરનો લેટર પોલીસને આપવાના છીએ.’

એ ઉપરાંત ઋષભ તુરખિયાએ જણાવ્યું હતું કે ‘મારા બાજુના બિલ્ડિંગમાં નવેનવી ગાડીમાંથી મ્યુઝિક સિસ્ટમ ચોરાઈ હતી. મ્યુઝિક સિસ્ટમ અને ખ્ઘ્ના યુનિટની ચોરી એક જ સ્ટાઇલમાં ગાડીની પાછળની સીટનો કાચ તોડીને થાય એટલે ગાડીના ઑટોકૉપનું સાયરન ન વાગે. આ ચોરી કરનારી ગૅન્ગને પોલીસ પકડી લે તો અમારી રાતની ઊંઘ હરામ ન થાય. મારા બિલ્ડિંગની જેમ અનેક બિલ્ડિંગોમાં કાર-પાર્કિંગની જગ્યા નથી એટલે લોકોએ રસ્તા પર ગાડી ઊભી રાખવી પડે છે અને આમ રસ્તા પર ઊભી રહેલી ગાડીમાંથી ચોરી થાય છે.

સિગ્નેચર-કૅમ્પેનમાં લોકો કલેક્ટિવલી ભાગ લે તો પોલીસે નક્કર પગલાં લેવાં જ પડે’.

માટુંગા પોલીસ શું કહે છે?

આ બાબતે માહિતી આપતાં માટુંગાના પોલીસ-ઑફિસર રઘુવેન્દ્ર ઠાકુરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમે તસ્કરોને પકડવાના પૂરતા પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ગયા મહિને એક ચોરની ધરપકડ કરી હતી. માટુંગામાં ઘણાં બિલ્ડિંગોમાં વૉચમૅન નથી. લોકોએ નાઇટ વૉચમૅન રાખવા જોઈએ. જે બિલ્ડિંગોમાં વૉચમૅન છે તેઓ રાતે ઊંઘી જતા હોવાથી આવી ચોરી થાય છે.’

રીડર-હેલ્પલાઇન

પ્રિય વાચકો, આ અખબારના ધ્યાનમાં તમારી કોઈ સમસ્યા લાવવી હોય કે કોઈ માહિતી આપવી હોય તો મયૂર સચદેને ૯૨૨૦૫ ૭૫૭૫૭ નંબર પર ફોન કરીને અથવા This e-mail address is being protected from spambots. You need JavaScript enabled to view it ર ઈ-મેઇલ કરીને જણાવો. સાથે તમારો ફોન-નંબર પણ લખજો. અમારા રિપોર્ટર તમારો સંપર્ક કરશે


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK