લગ્નપ્રસંગમાં પોલીસનો પહેરો ફાયદેમંદ સાબિત થઈ રહ્યો છે

સાયન પોલીસે શરૂ કરેલી આ ઝુંબેશને પગલે ચેઇન-સ્નૅચિંગ અને ઘરેણાંની ચોરીની ઘટનાઓમાં ઘટાડો
લગ્નપ્રસંગોમાં વધી રહેલા સોનાનાં ઘરેણાં ચોરવાના અને ચેઇન-સ્નૅચિંગના બનાવોની સામે લોકોમાં જાગરૂકતા લાવવા માટે સાયન પોલીસે લગ્ન અને પાર્ટી-હૉલમાં જઈને લોકોને સમજણ આપવાનું શરૂ કર્યું છે. અત્યાર સુધી આવા ૨૫થી ૩૦ પ્રસંગોમાં જઈને પોલીસે આ ઝુંબેશ ચલાવી છે. પોલીસ દાવો કરી રહી છે કે ‘આ ઝુંબેશ ચલાવવાથી ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે સોનાનાં ઘરેણાં ચોરવાનો અને ચેઇન-સ્નૅચિંગના બનાવોમાં ઘટાડો થયો છે.’

ગયા વર્ષે જાન્યુઆરીથી મે મહિનામાં સાયન પોલીસમાં ૨૫ ફરિયાદો આવી હતી, જ્યારે આ વર્ષે જાન્યુઆરીથી મે મહિનામાં ૧૦ જ ફરિયાદો આવી છે.

આ માહિતી આપતાં સાયન પોલીસ-સ્ટેશનના અધિકારી બી. ઝેડ. ગાવિતે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારો મુખ્ય ટાર્ગેટ બાઇક પર આવીને રસ્તા પર ચાલતી મહિલાઓની ચેઇન ખેંચીને જતી ટોળકી સામે છે. લગ્ન કે પાર્ટીમાં ઘરેણાં પહેરીને જતી મહિલાઓ સાથે આવી ઘટના વધુ બને છે. અમે આના માટે એવા વિસ્તારોમાં લોકોને સાવધાન રહેવા માટેની જાહેરાતો કરીએ છીએ. અમે અનેક પાર્ટી અને મૅરેજ- હૉલમાં ઘ્ઘ્વ્સ્ કૅમેરા મૂકવાનો અનુરોધ ર્યો છે જેથી અમે એનાં ફુટેજને આધારે અસામાજિક તત્વો સુધી પહોંચી શકીએ. અમે સુરક્ષાનાં પગલાં લેવા માટે મૅરેજ-હૉલના સંચાલકો સાથે પોલીસ-સ્ટેશનમાં મીટિંગ કરીને પોલીસ-સુરક્ષા રાખવાનું આહ્વાન પણ કર્યું હતું. અમે લાકોની પરવાનગી લઈને પાર્ટી-હૉલમાં જઈને મહિલાઓએ તેમનાં ઘરેણાં કેવી રીતે સાચવવાં એની સમજણ આપવાનું પણ શરૂ કર્યું છે જેમાં અમને સફળતા મળી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK