પ્રેમિકાને '૨ સ્ટેટ્સ' જોવા મોકલીને તેના જ ઘરમાં ચોરી કરી પ્રેમીએ

પ્રેમિકાને ‘૨ સ્ટેટ્સ’ ફિલ્મ જોવા મોકલી તેના જ ઘરમાં ચોરી કરવાનો બનાવ માહિમમાં બન્યો છે.


અવિનાશ કાળે નામના યુવક સાથે થોડા મહિના પહેલાં આ યુવતીની દોસ્તી થઈ હતી. તે યુવક તેના ઘરે પણ આવ-જા કરતો હતો, કારણ કે યુવતીનાં મા-બાપ ઘણાં વર્ષો પહેલાં મરણ પામ્યાં હતાં, જ્યારે ભાઈ બૅન્ગલોરમાં રહેતો હતો. 

ગયા સપ્તાહે પ્રેમિકાએ ફિલ્મ ‘૨ સ્ટેટ્સ’ જોવાની ઇચ્છા જાહેર કરી. પ્રેમીએ હા પાડી, પરંતુ છેલ્લી ઘડીએ બહાનું કાઢીને પ્રેમિકાને એકલી જવાનું કહ્યું, પરંતુ પોતે તેના ઘરમાં જઈ ૮૪ લાખ રૂપિયાના દાગીના ચોરી લીધા. યુવતીએ ઘરે આવીને ચોરી થયાની ખબર પડતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી.

પોલીસે શંકાના આધારે તેના પ્રેમી તથા એક મિત્ર વિષ્ણુ કાંબળેના મોબાઇલ નંબરનાં લોકેશન મેળવ્યાં. ચોરી કરી હોવાની પ્રેમીએ ના પાડી, પરંતુ તેના મિત્રે ગુનો કબૂલી લીધો તથા પોલીસને જણાવ્યું કે અવિનાશ કાળેએ જ આ દાગીના તેને આપ્યા હતા.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK