સાયન રેલવે-સ્ટેશન પર અતિશય ગંદકીથી પ્રવાસીઓ હેરાન-પરેશાન

દીવાલો પર પાન ખાઈને પિચકારીઓ મારવામાં આવી છે અને ઍડ્વર્ટાઇઝમેન્ટનાં પોસ્ટરો લગાડીને ખરાબ કરવામાં આવી છે
સાયન રેલવે-સ્ટેશન પર અતિશય ગંદકીને કારણે પ્રવાસીઓને સખત ત્રાસ થાય છે. રેલવે-સ્ટેશનના વિસ્તારમાં સફાઈ રહેતી ન હોવાથી ત્યાંથી પસાર થતાં હંમેશાં તીવ્ર વાસ આવે છે અને ઊભા પણ રહી ન શકાય એવી પરિસ્થિતિ થઈ છે. સ્ટેશનના વિસ્તારની દરેક દીવાલ પર પાન ખાઈને પિચકારીઓ મારવામાં આવેલી છે તેમ જ દીવાલો પર ઍડ્વર્ટાઇઝમેન્ટનાં પોસ્ટરો લગાડીને ખરાબ કરવામાં આવી છે.

ત્યાંથી પસાર થનારા પ્રવાસી રાજેશ મિસ્ત્રીએ આ વિશે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સ્ટેશનના વિસ્તારમાં અનેક કચરાપેટીઓ મૂકેલી છે જેને કારણે કચરો રહેતો નથી, પરંતુ સ્ટેશનના વિસ્તારની બધી જ દીવાલો પાન થૂંકીને ખરાબ કરવામાં આવી છે. સ્વચ્છતા પર ધ્યાન આપવામાં આવતું નથી અને ગંદકી વધતી જાય છે. આને કારણે પ્રવાસીઓને ગંદી વાસ સહન કરવી પડે છે તેમ જ સ્ટેશનની ટિકિટ-વિન્ડો પાસે ઊભા પણ રહી શકાય એવી હાલત નથી રહી.’

સાયનના અશોક જાડેજાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સાયન સ્ટેશન પર છેલ્લા ઘણા સમયથી સફાઈ આવી નથી. આથી ગંદકી વધી રહી છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK