માટુંગામાં સાઇલન્સ ઝોન જાહેર થયા પછી પણ અવાજનું પ્રદૂષણ

સ્થાનિક રહેવાસીઓએ માસ અવેરનેસ મૂવમેન્ટ શરૂ કરી:  અહીંની ગલીઓમાં સિન્સિયર રિક્વેસ્ટનાં બૅનરો લગાવ્યાં

માટુંગા-ઈસ્ટમાં આવેલી લક્ષ્મીનારાયણ લેનના વિસ્તારને ૨૦૦૯માં સાઇલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હોવા છતાં અહીં આવેલા ત્રણ મૅરેજ-હૉલને કારણે અવાજનું અતિશય પ્રદૂષણ થાય છે. આ પ્રદૂષણને કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને સિનિયર સિટિઝનોને અતિશય મુશ્કેલીઓ થાય છે. એથી લક્ષ્મીનારાયણ લેન રેસિડન્ટ્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા ગેટ-ટુગેધર અને માસ અવેરનેસ મૂવમેન્ટ શરૂ કરવામાં આવી છે. આ મૂવમેન્ટમાં રહેવાસીઓએ ગલીઓમાં અમુક જગ્યાઓએ સુધરાઈની પરવાનગીથી સિન્સિયર રિક્વેસ્ટનાં બૅનરો પણ લગાવ્યાં છે. મૂવમેન્ટને સુધરાઈ અને માટુંગા પોલીસે સારો પ્રતિસાદ આપ્યો હતો. એ સિવાય ગ્થ્ભ્નાં નગરસેવિકા રાજેશ્રી શિરવાડકર પણ મૂવમેન્ટમાં જોડાયાં હતાં.

માસ મૂવમેન્ટ વિશે વધુ માહિતી આપતાં લક્ષ્મીનારાયણ લેન રેસિડન્ટ્ન્સ વેલ્ફેર અસોસિએશનના બકુલ ગાંધીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લક્ષ્મીનારાયણ લેન ૨૦૦૯માં સાઇલન્સ ઝોન તરીકે જાહેર થયેલો વિસ્તાર છે. અહીં સુધરાઈની એક સ્કૂલ અને લગ્નના ત્રણ હૉલ આવેલા છે. આ મૅરેજ-હૉલને કારણે બૅન્ડવાજાં અને ફટાકડાના અવાજને લીધે કાયદાનું ઉલ્લંઘન થાય છે અને અવાજનું પ્રદૂષણ વધે છે. અવાજના પ્રદૂષણને કારણે સિનિયર સિટિઝનો શાંતિથી રહી શકતા નથી તેમ જ વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી શકતા નથી. આને કારણે હાર્ટ જેવી બીમારીવાળા સિનિયર સિટિઝનોને પણ અતિશય તકલીફ થાય છે. એમાં પણ જ્યારે એકસાથે બે જાન આવે ત્યારે તો અવાજના પ્રદૂષણમાં કોઈ જ નિયંત્રણ રહેતું નથી. કોર્ટના ઑર્ડર પ્રમાણે સાઇલન્સ ઝોન જાહેર થયો હોય એ વિસ્તારમાં લાઉડ-સ્પીકરની કે ફટાકડા ફોડવા માટે પરવાનગી નથી.’

આ વિશે વધુ જણાવતાં અન્ય રહેવાસી કેતન શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘લક્ષ્મીનારાયણ લેનમાં ૨૦થી વધુ બિલ્ડિંગો આવેલાં છે. આ વિસ્તારને સાઇલન્સ ઝોન તરીકે જાહેર કર્યા પછી પણ નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી અમે રહેવાસીઓએ આ વિશે સુધરાઈના જ્-નૉર્થ વૉર્ડ અને માટુંગા પોલીસને પણ જાણ કરતાં તેમણે અમને ઘણો સર્પોટ કર્યો હતો અને અમને સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યાર બાદ ગેટ-ટુગેધર અને બે કલાકની માસ અવેરનેસ મૂવમેન્ટ કરવામાં આવ્યાં હતાં જેમાં ૨૦૦ જેટલા રહેવાસીઓ જોડાયા હતા. આ મૂવમેન્ટમાં ગલીઓમાં અમુક સ્થળોએ સુધરાઈની પરવાનગીથી સિન્સિયર રિક્વેસ્ટનાં બૅનરો લગાવવામાં આવ્યાં હતાં. સુધરાઈએ અમારી આ મૂવમેન્ટને પ્રોત્સાહન આપ્યું હતું. આમ કરવાથી કાયદો પણ જળવાઈ રહેશે અને રહેવાસીઓને તકલીફ નહીં થાય.’


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK