દાદરમાં ગટરની લાઇન લીક થવાથી ફૂટપાથ પર કાદવ-કીચડનો પ્રૉબ્લેમ

ગંદું પાણી બહાર આવીને રસ્તા પર ફેલાય છે જેને કારણે એ કચરા સાથે ભેગું થતાં સહન ન થાય એવી દુર્ગંધ આવે છે

દાદર-ઈસ્ટમાં સ્વામિનારાયણ મંદિરની પાછળની સોસાયટી પાસેની ફૂટપાથ પર છેલ્લા ૧૫ દિવસથી કાદવ-કીચડ રહેતો હોવાને કારણે સ્થાનિક રહેવાસીઓ ત્રાસી ગયા છે. તેમણે કહ્યું હતું કે ‘ગટરની પાઇપલાઇન થોડી લીક થતી હોવાને કારણે ટીપું-ટીપું પાણી લીક થાય છે અને સાંજ સુધીમાં તો પૂરો પરિસર ભીનો, ચીકણો અને ગંદો થઈ જાય છે.’

સ્થાનિક રહેવાસી શ્વેતા મિશ્રાએ મિડ-ડે LOCALને ફરિયાદ કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા પંદરેક દિવસથી ગટરની પાઇપલાઇન થોડી લીક થતી હોવાને કારણે ગંદું પાણી બહાર આવે છે અને આ પાણી ફૂટપાથ પર ફેલાઈ રહ્યું છે જેને કારણે કચરો અને ગંદું પાણી ભેગું થતાં અતિ તીવþ, સહન ન થાય એવી વાસ આવે છે. રસ્તા પર અનેક વાહનો પસાર થતાં હોવાથી અમે હાલમાં ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી.’

અન્ય રહેવાસી કિરણ સોતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં ફાસ્ટ ફૂડના ફેરિયાઓ ઊભા રહેતા હોવાથી થોડોઘણો કચરો થાય છે. એમાં હાલમાં ડ્રેનેજના લીકેજને કારણે ફૂટપાથ અને ઘણી વાર રસ્તા સુધી ગંદું પાણી ફેલાયેલું હોય છે. અહીં સ્વામિનારાયણ મંદિર આવેલું હોવાથી શનિવાર અને રવિવારે ભક્તોની ભીડ વધુ હોવાથી લાઇન હોય છે. એથી અમે ગયા રવિવારે લાકડાં ગોઠવી દીધાં હતાં જેથી કોઈ પડે નહીં અને ઈજાગ્રસ્ત થાય નહીં.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK