દાદરની હિન્દુ કૉલોનીના રહેવાસીઓને મળશે નવી ફૂટપાથો

દાદર-ઈસ્ટમાં આવેલી હિન્દુ કૉલોનીની દરેક લેનની ફૂટપાથોનું રિનોવેશન હાલમાં ચાલી રહ્યું છે.

હિન્દુ કૉલોનીની દરેક લેનની ફૂટપાથો તૂટેલી અને ખરાબ હાલતમાં હોવાથી સ્થાનિક લોકોને અનેક સમસ્યાઓ થઈ રહી હતી. હાલમાં પણ સિમેન્ટ અને પેવર બ્લૉક્સના ઢગલાને કારણે સ્થાનિક લોકો ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી, પરંતુ પેવર બ્લૉક્સથી ફૂટપાથો બન્યા બાદ કામ પૂરું થયા પછી તેમને ફૂટપાથની સમસ્યાઓથી રાહત મળશે.

સ્થાનિક રહેવાસી અલકા શેઠે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘છેલ્લા ઘણા સમયથી અહીં ફૂટપાથોનું રિનોવેશન ચાલી રહ્યું છે જેને પગલે ફૂટપાથોના ટર્નિંગ પર સિમેન્ટના અને ફૂટપાથો પર પેવર બ્લૉક્સના ઢગલા કરવામાં આવ્યા છે. એથી હાલમાં અમે ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી અને રોડ પરથી ચાલવું પડે છે.’

અન્ય સ્થાનિક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમુક ફૂટપાથો પર પેવર બ્લૉક્સ લગાડી દેવામાં આવ્યા છે, જ્યારે અમુક લેનની ફૂટપાથો પર કામ કરવામાં આવી રહ્યું છે. એમ આખરે બધી જ લેનની ફૂટપાથોનું ખોદકામ કરી દેવામાં આવ્યું છે. આથી રાહદારીઓ પાસે રસ્તા પર ચાલવા સિવાયનો કોઈ વિકલ્પ રહેતો નથી. જો એક-એક લેન પર બરાબર કામ કરવામાં આવે તો સ્થાનિક લોકો અને રાહદારીઓને પણ તકલીફ થશે નહીં.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK