રોડ પર ગાયને બાંધી ઘાસ ખવડાવવાનો ધંધો

લોકો મંદિર કે એની આસપાસ ગાયને ઘાસચારો ખવડાવીને પુણ્ય કમાય એ સામાન્ય છે. જોકે સાયનમાં જાણીતી હોટેલ ગુરુકૃપાની નજીક આવેલી અલાહાબાદ બૅન્ક પાસે એક મહિલા રીતસર ફૂટપાથ પર ખીલો ઠોકી ગાયને બાંધીને ધંધો કરી રહી છે અને એ પણ આજકાલથી નહીં, અંદાજે ૧૫થી ૨૦ વર્ષથી તે ધંધો કરે છે.


ત્યાં જ ટ્રાવેલ્સની બસો ઊભી રહે છે અને બન્ને બાજુ લોકો તેમની કાર પણ પાર્ક કરતા હોય છે. ગાયને ત્યાં ઊભી રાખવામાં આવતાં લોકોને અનેક હાડમારી ભોગવવી પડે છે. ત્યાં ગાય મળ-મૂત્ર કરતી હોવાને કારણે ગંદકી થાય છે. જોકે તે મહિલાનું કહેવું છે કે ગાય મળ-મૂત્ર કરે તો તે તરત જ સાફ કરી લેતી હોવાથી લોકોએ હેરાન થવું પડતું નથી. તેનું કહેવું છે કે તે ગરીબ છે અને આ જ તેનું આજીવિકાનું એકમાત્ર સાધન છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK