ત્રીજા માળેથી લિફ્ટ નીચે પટકાતાં ૧૫ લોકોને ઈજા

ગુરુવારે બપોરે ૪.૩૦ વાગ્યે સાયનની કે. જે. સોમૈયા મેડિકલ કૉલેજ ઍન્ડ રિચર્સ સેન્ટરની લિફ્ટમાં ખામી સર્જાતાં એ ત્રીજા માળેથી નીચે પટકાતાં અંદાજે ૧૫ લોકો ઘાયલ થયા હતા.

૧૫થી ૧૬ માણસોને લઈને લિફ્ટ ઉપરની દિશામાં જઈ રહી હતી એ દરમ્યાન લિફ્ટને ટેકો આપતા દોરડામાં ખામી સર્જાતાં એ નીચે આવી હતી. જોકે લિફ્ટ અચાનક નીચે ન આવતાં ઈજાઓ એટલી ગંભીર નહોતી. ઘાયલ લોકોને તરત હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK