પ્રજાના પૈસાનો સુધરાઈ દ્વારા વેડફાટ

સાયનના રહેવાસીઓના વિરોધ છતાં સુધરાઈના અધિકારીઓએ મનસ્વી વલણ અપનાવી તેમના મનનું ધાર્યું કરીને રસ્તાનું રિનોવેશન કાર્ય શરૂ કર્યું

રોહિત પરીખ


સાયન-ઈસ્ટમાં રૂપમ સિનેમાની બાજુનો નામદેવ ગ. કોળી શિવકર માર્ગ અને ગાંધી માર્કેટની બાજુમાં આવેલા સ્કીમ-નંબર ૬, રોડ-નંબર ૩૧ આ બન્ને રોડ પર સુધરાઈએ શરૂ કરેલા રિનોવેશનના કામ સામે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હોવા છતાં સુધરાઈના અધિકારીઓએ મનસ્વી વલણ અપનાવી આ રસ્તાનું રિનોવેશનનું કામ શરૂ કરાવ્યું હતું. સુધરાઈના સત્તાવાળાઓ પ્રજાની જરૂરિયાત કરતાં તેમની અંગત જરૂરિયાત પર વધારે ધ્યાન આપે છે એવો આક્ષેપ સાયનના સામાજિક કાર્યકર ગૌરવ વોરાએ કર્યો હતો. તેઓ કહે છે કે અધિકારીઓએ પ્રજાના લાખો રૂપિયા વેડફવાનું કારણ સમજાય એવું નથી. છતાં એમ કરવા પાછળનો ઉદ્દેશ પબ્લિકને કહેવાની જરૂર નથી ક્યોં કિ પબ્લિક હૈ યે સબ જાનતી હૈ.

ફ્લૅન્ક રોડ સિટિઝન્સ ફોરમના ગૌરવ વોરા અને ક્રિષ્નકુમાર સુબ્રમણ્યમે મિડ-ડે LOCAL સાથે આ સંદર્ભમાં વાતચીત કરતાં કહ્યું હતું કે ‘સાયન-ઈસ્ટમાં આવેલા રૂપમ સિનેમાની બાજુનો નામદેવ ગ. કોળી શિવકર માર્ગ અને ગાંધી માર્કેટની બાજુમાં આવેલા સ્કીમ-નંબર ૬ રોડ-નંબર ૩૧ આ બન્ને રોડ ફક્ત રિપેર કરીને સુધરાઈ પ્રજાના પૈસા બચાવી શકી હોત, પણ સુધરાઈ એમ કરવાને બદલે જે રોડની ફૂટપાથનાં કાર્યો હજી ત્રણ-ચાર વર્ષ પહેલાં જ કયાર઼્ હતાં એ ફરીથી કરી રહી છે. આ રસ્તાઓ પર કોઈ જાતનાં હેવી વેહિકલ્સની અવરજવર નથી કે એ રસ્તાઓનું રિનોવેશન કરવું પડે. આ રસ્તાઓ મામૂલી રિપેરિંગ કરવાથી પણ લોકોપયોગી બની શકે એમ હતા. અમારા ફોરમ દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. અમે સંબંધિત વિભાગના અધિકારીને મળીને અમારો વિરોધ કેમ છે એ વાતની સમજણ પણ આપી હતી. આમ છતાં સંબંધિત વિભાગના અધિકારીઓએ અમારી વાત સામે આંખ આડા કાન કરીને પોતાનું ધાર્યું જ કર્યું. એનાથી શું સ્પષ્ટ થાય છે અમારે કોઈને સમજાવવાની જરૂર છે ખરી?’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK