શરીરને તાજગી આપવાને બદલે પ્રદૂષિત હવા આપતા બ્યુટિફિકેશનનો શું ફાયદો?

સાયનના રોડ-નંબર આઠના રહેવાસીઓનો સુધરાઈને સીધો સવાલ, સાયન હૉસ્પિટલની બાજુની ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું એ પછી એના પર સુધરાઈ કે કોઈ કૅરટેકર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું ન હોવાથી સૌંદર્યકરણ ગંદકીમાં પરિવર્તિત થઈ ગયુંરોહિત પરીખ

જેમ બાળકને જન્મ આપી દેવાથી માવતરની જવાબદારી પૂરી થતી નથી એ જ રીતે ફક્ત બ્યુટિફિકેશનની વાતો કરવાથી કે એક વાર કરી નાખવાથી સુંદરતા ટકતી નથી એમ સાયન હૉસ્પિટલની બાજુમાં રહેતા સિનિયર સિટિઝન નરેન્દ્ર શાહે કહ્યું હતું. સાયન હૉસ્પિટલની બાજુના રોડ-નંબર આઠ પર વષોર્ પહેલાં એ સમયના નગરસેવક દ્વારા ફૂટપાથનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર પછી એના પર સુધરાઈ કે કોઈ કૅરટેકર દ્વારા પૂરતું ધ્યાન આપવામાં ન આવતાં એ સૌંદર્યકરણ ગંદકીમાં પરિવર્તિત થઈ ગયું છે.

સાયનના રોડ-નંબર ૮ની ટિળક હૉસ્પિટલ તરફની ફૂટપાથ પર સૌંદર્યકરણ અને સુશોભીકરણના નામે લગાડવામાં આવેલાં વૃક્ષોને સમયે-સમયે પાણી આપવામાં ન આવતાં એ હવે સુકાઈ ગયાં છે. પૂરતું પોષણ ન મળવાથી મોટા ભાગની ગ્રીનરી સુકાઈને નષ્ટ પામી છે. જે ઉદ્દેશથી અહીં બ્યુટિફિકેશન કરવામાં આવ્યું હતું એ ઉદ્દેશ પણ ગ્રીનરીની જેમ જ નષ્ટ પામ્યો છે. ઍમ્બ્યુલન્સના ડ્રાઇવરો, ટૅક્સી-ડ્રાઇવરો અને અન્ય રાહદારીઓ રાત પડતાં આ જગ્યાનો યુરિનલ તરીકે ફરીથી ઉપયોગ કરવા લાગ્યા છે. લોકો આ જગ્યા પર કચરો ફેંકવા લાગ્યા છે. યુરિનલ અને કચરો બન્ને સમયે-સમયે સાફ ન થતાં આ વિસ્તારમાં દુર્ગંધ પણ ફેલાય છે.

નરેન્દ્ર શાહે કહ્યું હતું કે આવા બ્યુટિફિકેશનનો શું ફાયદો? આ વાત તેમણે સાયનના ફ્લાયઓવર બ્રિજ નીચે થઈ રહેલા બ્યુટિફિકેશનના અનુસંધાનમાં કહી હતી. તેમણે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘જ્યારે આપણે સૌંદર્યકરણ અને સુશોભીકરણની વાતો સાંભળીએ છીએ ત્યારે મન પ્રફુલ્લિત થઈ જાય છે, પણ સવારે તાજગીભરી હવા મેળવવા અને તંદુરસ્તી સાચવવા માટે રસ્તા પર ફરવા નીકળીએ એ સમયે તાજી હવાને બદલે પ્રદૂષિત હવા અને દુર્ગંધ નાકમાં જાય તો શરીર તંદુરસ્ત બનશે કે એને નુકસાન થશે એ સવાલ મનમાં ઉદ્ભવ્યા વગર રહેતો નથી. અમારા રોડ-નંબર આઠની આ જ હાલત છે.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK