સાયન હૉસ્પિટલમાં નર્સની આત્મહત્યાનો પ્રયાસ

સાયન હૉસ્પિટલમાં નર્સિંગનો અભ્યાસ કરી રહેલી ૧૮ વર્ષની નમ્રતા ગાવિતે બુધવારે સાંજે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.


ગુરુવારે સવારે તે તેની રૂમમાંથી બેભાનાવસ્થામાં મળી આવતાં તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે તાત્કાલિક સારવાર મળતાંં તે બચી ગઈ છે અને હાલમાં તેની તબિયત સ્થિર છે. તેને મનોચિકિત્સક પાસે સારવાર આપવામાં આવી રહી છે.

તેના પરિવારજનો મુંબઈ આવી ગયા છે છતાં તેણે આત્મહત્યા કરવા માટે શા માટે પ્રયાસ કર્યો એ જણાવ્યું નથી. તેની સાથે કામ કરતી અન્ય નર્સોએ કહ્યું હતું કે તે હતાશ રહેતી હતી, પણ એ માટેનું કારણ તેણે ક્યારેય જણાવા નહોતું દીધું.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK