માટુંગા સેન્ટ્રલના લેડી જહાંગીર રોડની હાલત બદતર થઈ ગઈ છે

આ રસ્તા પર ડઝન ખાડા પડી ગયા છે અને રસ્તાના કૉર્નર પર કચરાનો ઢગલો હંમેશાં જોવા મળે છે : સુધરાઈ આ રસ્તાનું રિપેરિંગ કરવામાં નિષ્ફળ



માટુંગા સેન્ટ્રલના લેડી જહાંગીર રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે આ રસ્તાથી પસાર થતી વખતે તમને ડઝનો ખાડા પરથી પસાર થવું પડે છે તથા આ રસ્તાના ફૂટપાથની બાજુમાં પણ ઘણો કચરો પડ્યો રહેતો હોવાથી આ વિસ્તારમાં ગંદકી ફેલાઈ રહી છે. આ સમસ્યાને ધ્યાનમાં લઈને સુધરાઈએ આ રસ્તો ઘણી વાર રિપેર કરાવ્યો છે, પરંતુ આ રસ્તો ફરી ઊખડી ગયો છે.

આ વિસ્તારમાં રહેતા એક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ રસ્તો ઘણો ખરાબ થઈ ગયો છે. એના કારણે આ રસ્તાથી પસાર થતી કાર અને રહેવાસીઓને પણ ઘણી તકલીફો થઈ રહી છે. આ રસ્તાને રિપેર કરવા માટે અમે ઘણી વાર ફરિયાદ કરી હતી અને આ રસ્તો ઘણી વાર રિપેર પણ કરવામાં આવ્યો છે, પણ મૉન્સૂનને કારણે આ રસ્તો ફરી ઊખડી ગયો છે. સુધરાઈએ લગભગ ૨-૩ વાર આ રસ્તાનું રિપેરિંગ કરાવ્યું છે, પણ આ રસ્તાની સ્થિતિ ફરી એવી જ થઈ ગઈ છે.’

આ વિસ્તારમાં રહેતા અન્ય રહેવાસીએ કહ્યું હતું કે ‘આ રસ્તાના કૉર્નર પર રોજ લોકો કચરો નાખે છે. એના કારણે અહીં સતત ગંદકી ફેલાય છે. આ કચરો સાફ તો કરવામાં આવે છે, પણ ફરી રહેવાસીઓ અહીં કચરો નાખી આ રસ્તા પર ગંદકી ફેલાવે છે. અમે આ સમસ્યાથી ઘણા કંટાળી ગયા છીએ. આ રસ્તા પર સુધરાઈએ કચરો નાખવા પર પ્રતિબંધ મૂકતું બોર્ડ લગાવવું જોઈએ.’  

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK