માટુંગાના સાંકડા રસ્તાઓ પર ચાલવાનો લોકોને ડર લાગે છે

માટુંગા સેન્ટ્રલમાં ૬૪ જુદી-જુદી ગલીઓના રસ્તાઓ એટલા નાની સાઇઝના બનાવવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં સૌથી વધુ પાર્કિંગ અને ફૂટપાથની સમસ્યા જોવા મળી રહી છે.


એને કારણે આ વિસ્તારમાં રહેતા સિટિઝનોને રસ્તા પરથી ચાલતી વખતે કોઈ કાર તેમને ઉડાડી દેશે એવો ડર લાગે છે. આ વિસ્તારનો દરેક રસ્તો એટલો સાંકડો છે કે ફક્ત એક જ કાર એક જ સમયે આ રસ્તાથી પસાર થઈ શકે છે તથા દરેક રસ્તાની એક તરફનો ભાગ પાર્કિંગ માટે રાખવામાં આવ્યો છે.

માટુંગા સેન્ટ્રલના શંકરમઠમ રોડ વિસ્તારમાં રહેતા ભૂપત શેઠ અને રોહિત શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમને આ રસ્તા પરથી ચાલતી વખતે ઘણો ડર લાગે છે, કારણ કે અમારા માટે જે ફૂટપાથો બનાવવામાં આવી છે એ નકામી છે. આ ફૂટપાથ પર વૃક્ષો રોપવામાં આવ્યાં છે. એના કારણે અમને ચાલવાની જગ્યા જ મળતી નથી અને અમારે જીવ જોખમમાં મૂકીને રસ્તાથી જ ચાલવું પડે છે.’

આ જ વિસ્તારમાં રહેતી જિનાલી શાહ અને ઉર્વી શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમારા વિસ્તારમાં રહેતા લોકો પાસે બેથી વધુ કાર છે. એના કારણે અમારા વિસ્તારમાં પાર્કિંગની સમસ્યા બહુ વધી ગઈ છે. એથી ઘણા લોકો ફૂટપાથ પર જ તેમની કાર પાર્ક કરે છે. એના કારણે રસ્તો વધુ નાનો થઈ જાય છે. આ વિસ્તારમાં ઘણી સ્કૂલો આવેલી છે, પણ કોઈ પાર્કિંગ કે ફૂટપાથો વ્યવસ્થિત બનાવવામાં આવ્યાં નથી.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK