મૉન્સૂનમાં ઍક્ટિવેટ થઈ જતી કૉપરના વાયર ચોરનારી ગૅન્ગ

પોલીસે પકડેલા ધારાવીના ત્રણ જણ ડ્રગ્સ ખરીદવા માટે MTNLના કેબલ ચોરતા હતા

દાદર-વેસ્ટના લોકમાન્ય ટિળક બ્રિજ પાસે MTNLના ઑફિસર બનીને કેબલના કૉપરના વાયરોની ચોરી કરનારી ત્રણ જણની ગૅન્ગની માટુંગા પોલીસે હાલમાં ધરપકડ કરી છે. આ ત્રણે યુવાનો વાયરોની ચોરી કરીને મૉન્સૂનમાં ઠંડીથી બચવા માટે ડ્રગ્સ ખરીદતા હોવાનું પોલીસે કહ્યું હતું.

આરોપીમાં ૩૨ વર્ષના અશોક તેરુમલ, ૩૨ વર્ષના રાજા શેટ્ટી અને ૨૩ વર્ષના શિવા મુથ્થુ નાયડુનો સમાવેશ થાય છે. આ ત્રણે આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શિવાની અગાઉ પણ કૉપરના વાયરની ચોરી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓ ધારાવીના રહેવાસીઓ છે.

માટુંગા પોલીસ-સ્ટેશનના ડિટેક્શન પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શિવાજી પાટીલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ આરોપીઓ મૉન્સૂનમાં જ ઍક્ટિવેટ થાય છે અને તેઓ કૉપરના જ વાયરો ચોરી કરે છે, કારણ કે આ વાયરો માર્કેટમાં મોંઘા વેચાય છે. આ વાયરો વેચીને મળેલા રૂપિયાથી આ યુવાનો ડ્રગ્સ ખરીદતા હતા અને નશો કરતા હતા એવું આરોપીઓએ અમને કહ્યું હતું.’

દાદરના લોકમાન્ય ટિળક બ્રિજ પાસે ગયા રવિવારે રાત્રે MTNLના ઑફિસરોને ટિપ મળી હતી કે ત્રણ યુવાનો રસ્તાનું ખોદકામ કરીને જમીનમાંથી MTNLના કેબલના વાયરો ચોરી રહ્યા છે. એથી આ ઑફિસરોએ તરત જ ઘટનાસ્થળે રહેતા એક ઑફિસરને ફોન કરીને આ બાબત જાણ કરી તેમને ખાતરી કરવા કહ્યું હતું. આ ઘટનાની ખાતરી મળતાંની સાથે જ તેણે શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનમાં જાણ કરી હતી. આ એરિયા શિવાજી પાર્ક પોલીસ-સ્ટેશનની હદમાં આવતો ન હોવાથી તેમણે તરત જ માટુંગા પોલીસ-સ્ટેશનને આ ઘટના બાબત કહ્યું હતું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે આ ત્રણે યુવાનોમાંથી અશોક તેરુમલને પોલીસે પકડી લીધો હતો, પરંતુ તેના સાથીદારો ચોરી કરેલા લગભગ ૩ કિલો કૉપરના વાયરો લઈને ભાગી છૂટ્યા હતા. અશોક પાસેથી માહિતી મેળવી અન્ય બે આરોપીઓની પણ શનિવારે ધરપકડ કરવામાં આવી હતી, પણ પોલીસને કૉપરના વાયરો પાછા મેળવવામાં સફળતા મળી નથી. આ ઘટના બાદ દાદરના ઘણા એરિયામાં પ્વ્ફ્ન્ની લાઇનો બંધ થઈ ગઈ હતી, પરંતુ થોડા કલાકો બાદ નવા વાયરો નાખી પ્વ્ફ્ન્ની લાઇનો શરૂ કરવામાં આવી હતી.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK