માટુંગા સેન્ટ્રલ સ્ટેશનની બહારના વૉટર-કૂલરમાં પાણી જ આવતું નથી

માટુંગા સેન્ટ્રલમાં સ્ટેશનની બહાર ઘણાં વષોર્ પહેલાં લાયન્સ ક્લબ દ્વારા પબ્લિકને પીવા ઠંડું પાણી મળે એ માટે વૉટર-કૂલર મૂકવામાં આવ્યાં હતાં, પણ એમાં અત્યારે એક ટીપું પાણી નથી આવતું.

માટુંગા સેન્ટ્રલમાં રહેતા રઘુવીર શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘માટુંગા સેન્ટ્રલ સ્ટેશનની બહાર પબ્લિક માટે લાયન્સ ક્લબે ત્રણ વૉટર-કૂલર લગભગ આઠ વર્ષ પહેલાં લગાવ્યાં હતાં, પણ છેલ્લાં છ વર્ષથી એમાં પાણી જ નથી આવતું. અમારું ઘર સ્ટેશનથી લગભગ ૧૦ મિનિટના અંતરે છે, પણ જે લોકો દૂરથી સ્ટેશને આવે છે તેમને પીવા માટે પાણી ખરીદવું પડે છે.’

માટુંગા સેન્ટ્રલમાં રહેતા ભરત જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વૉટર-કૂલર લગાવ્યાં ત્યારે અમે ઘણા ખુશ થયા હતા, પણ બે વર્ષ બાદ એ બંધ થઈ ગયાં હતાં અને કોઈએ આ બાબત પર ધ્યાન આપ્યું નહોતું. અમે સ્ટેશનથી ઘણા દૂર રહીએ છીએ એટલે જો તરસ લાગે તો અમારે પાણીની બૉટલ ખરીદવી પડે છે.’

માટુંગા સેન્ટ્રલમાં રહેતા સચિન જૈને મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું મારા ઘરેથી પાણીની બૉટલ લઈને નીકળું છું, કારણ કે સ્ટેશન તરફ કોઈ પણ વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી અને જે વ્યવસ્થા હતી એ પણ બંધ થઈ ગઈ છે.’

આ વૉટર-કૂલરની જગ્યા હાલમાં ગેરકાયદે ગોદામ બનાવીને વાપરવામાં આવી રહી છે. વૉટર-કૂલરની પાછળની બાજુમાં અહીંના દુકાનદારો તેમની દુકાનનો સામાન રાખે છે અને આ જગ્યાનો ગોદામ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK