ભાઇંદરની બે ગુજરાતી છોકરીઓ પણ સેક્સ-રૅકેટમાં ફસાયેલી

મૉલમાં મેંદી લગાવવા આવતી છોકરીઓનો નંબર મેળવી તેમને પૈસાની લાલચ આપી દેહવ્યવસાયમાં ધકેલનારા વ્યંડળ સહિત બે આરોપીઓની ધરપકડ : છ છોકરીઓને છોડાવવામાં આવીભાઈંદરના એક મૉલમાં મેંદી લગાવવા આવતી છોકરીઓને ફોસલાવી તેમના નંબર લઈને તેમને પૈસાની લાલચ આપી દેહવ્યવસાય કરાવવાનું રૅકેટ પોલીસે ખુલ્લું પાડ્યું હતું. પોલીસે આ સેક્સ-રૅકેટ ચલાવનારા એક વ્યંડળ અને તેના બે સાથીદારોની ધ૨પકડ કરી હતી, જેમાં એક મહિલાનો પણ સમાવેશ છે. આરોપી વ્યંડળ બે ગુજરાતી ટીનેજર સહિત છ યુવતીઓ પાસે દેહવ્યવસાય કરાવતો હતો. પોલીસે છટકું ગોઠવીને આ સેક્સ-રૅકેટનો ભાંડો ફોડ્યો હતો.

ભાઈંદર-વેસ્ટમાં એક પ્રખ્યાત મૉલમાં મેંદી પાડી આપતા અને લગભગ એક વર્ષ પહેલાં સેક્સ-ચેન્જનું ઑપરેશન કરી વ્યંડળ બનીને દેહવ્યવસાય કરતા અને કરાવતા સંદીપ શિરીષકર ઉર્ફે સૅન્ડી અને તેને આ વ્યવસાયમાં મદદ કરનાર ગોરેગામના ૨૫ વર્ષના અનિલ શર્મા સહિત ૨૬ વર્ષની માલવણીમાં રહેતી મેઘા કોંડાળેને છટકું ગોઠવીને ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલની ટીમે ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાંથી  પકડી પાડ્યાં હતાં.

આ વિશે વધુ માહિતી આપતાં ઍન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ સેલના પોલીસ-અધિકારી અતુલ અહેરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સૅન્ડી દ્વારા ચલાવવામાં આવતા આ દેહવ્યવસાયની માહિતી મળતાં અમે સમાજસેવકોની મદદ લીધી હતી. બોગસ કસ્ટમર બનીને અમે એક પોલીસને સૅન્ડી પાસે મોકલ્યો હતો. તેણે બે ટીનેજર છોકરીનું ડીલિંગ પ્રત્યેકના ૫૦ હજાર રૂપિયા આપીને કર્યું હતું. ત્યાર બાદ સૅન્ડી અને તેની ટીમ ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં આવી ત્યારે અમે તેમને પકડી પાડ્યા હતા અને તેના સકંજામાંથી આઠ છોકરીઓને છુટકારો અપાવ્યો હતો. સૅન્ડી એક વર્ષ પહેલાં ઑપરેશન કરીને વ્યંડળ બન્યો હતો જેથી તેનાં આવાં કાળાં કામ પર શંકા જાય નહીં.’

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK