મમ્મી, મારી રાહ ન જોતી, હું ઘરે નથી આવવાનો : ચોરીની શંકા સહન ન થતા કર્યુ સુસાઈડ

સ્કૂલમાં સ્પોર્ટ્સનાં સર્ટિફિકેટ્સની ચોરીનું આળ મૂકવામાં આવતાં નવમા ધોરણના સ્ટુડન્ટે ટ્રેનની નીચે ઝંપલાવતાં પહેલાં તેની મમ્મીને ફોન કર્યો
(વિનય દળવી અને રિચા પિન્ટો)

માહિમના સરસ્વતી વિદ્યા મંદિરના નવમા ધોરણના ૧૭ વર્ષના સ્ટુડન્ટ દીપેશ ટેકેએ સોમવારે માહિમ સ્ટેશન પાસે ચર્ચગેટ તરફ જતી ફાસ્ટ લોકલ ટ્રેનની સામે ઝંપલાવીને સુસાઇડ કર્યું હતું. આઘાતની વાત તો એ છે કે આ સ્ટુડન્ટે સુસાઇડ કરતાં પહેલાં થોડી મિનિટો અગાઉ પોતાની મમ્મીને ફોન કરીને સ્કૂલમાં તેને પરેશાન કરવામાં આવતો હોવાથી પોતે સુસાઇડ કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે સ્કૂલમાંથી કોઈક સર્ટિફિકેટો ગાયબ થયા બાદ સ્કૂલે આ સ્ટુડન્ટ પર શંકા દર્શાવી હતી. ગવર્નમેન્ટ રેલવે પોલીસના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સોમવારે બપોર બાદ લગભગ ૪.૪૦ વાગ્યે આ ટીનેજર ટ્રેનની અડફેટમાં આવી જતાં તેનું મોત થયું હતું.

ધારાવી ક્રૉસ રોડ ખાતે રહેતા અને વાશીની APMC માર્કેટમાં કામ કરતા આ ટીનેજરના પપ્પા કિશોર ટેકેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સ્કૂલમાં અને પ્રિન્સિપાલ નાડકર્ણી મૅડમ દ્વારા મારા પુત્રની બિનજરૂરી હેરાનગતિ થતી હતી. સ્કૂલમાંથી કોઈક સ્ર્પોટ્સનાં સર્ટિફિકેટો ગાયબ થયા બાદ દીપેશ પર શંકા દર્શાવીને આ મામલે તેની પાસેથી લેખિત માફી માગવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે દીપેશે આવી કોઈ ભૂલ કરી જ નહોતી પછી માફીનો સવાલ ક્યાં હતો અને દીપેશ તો ખો-ખોનો પ્લેયર હતો.’

બાદમાં આ મામલે સોમવારે સ્કૂલમાં બોલાવીને કિશોર ટેકેને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે કાં તો દીપેશ ચોરી કરી હોવાનું કબૂલ કરીને માફી માગે નહીંતર સ્કૂલ છોડીને જતો રહે.

કિશોર ટેકેએ કહ્યું હતું કે ‘મેં મારા દીકરાને એક તક આપવાની વિનંતી કરી હતી, પરંતુ સ્કૂલમાંથી તેને કાઢી મૂકવા તેઓ તત્પર હોવાનું લાગતાં હું આ માટે સંમત થયો હતો અને દીપેશને આ સંબંધે એક પત્ર લખવાનું કહેવામાં આવ્યું હતું. સાંજે તે ઘરે આવ્યા બાદ હું એમાં સાઇન કરી આપીશ એવું કહીને હું વાશી મારા કામે જવા નીકળી ગયો હતો.’

કિશોર ટેકેના જણાવ્યા પ્રમાણે સ્કૂલના આવા ટેન્શનમાં દીપેશે બપોર બાદ સાડાચાર વાગ્યે તેની મમ્મીને ફોન કરીને કહ્યું હતું કે ઘરે મારી રાહ ન જોતાં, હું મરવા જઈ રહ્યો છું. પછી

આ ટીનેજર માહિમમાં રેલવે-ટ્રૅક પર ગયો હતો અને લોકલ ટ્રેન નીચે ઝંપલાવ્યું હતું.

માહિમ પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે કહ્યું હતું કે આ મામલે અમે ટૂંક સમયમાં ફસ્ર્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવાના છીએ.

APMC = ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK