લોકો ઇમોશનલ થઈને ખરીદે છે મોટી સ્ક્રીનના સ્માર્ટફોન

લોકો મોટામાં મોટી સ્ક્રીન-સાઇઝ ધરાવતો સ્માર્ટફોન ખરીદવાની ઇચ્છા રાખે એ તેમના કામ માટે નહીં, ઇમોશનલ જરૂરતો સંતોષવા માટે હોય છે એવું તાજેતરમાં થયેલું એક રિસર્ચ કહે છે.


ભારતીય મૂળના એક વૈજ્ઞાનિકે કરેલો આ સર્વે કહે છે કે લોકોને મોટી સ્ક્રીનવાળો ફોન ઇમોશનલ સૅટિસ્ફૅક્શન આપે છે તેમ જ ફોનની જે બેઝિક કમ્યુનિકેશનવાળી જરૂરિયાત હોય છે એ પણ એનાથી સંતોષાય છે.

આ શોધમાં જણાવ્યા પ્રમાણે લોકો લેટેસ્ટ ટેક્નૉલૉજીનો સ્માર્ટફોન ખરીદે એ પાછળ મોટા ભાગે પ્રૅક્ટિકલ નહીં પણ ઇમોશનલ કારણ હોય છે.  સ્માર્ટફોનનો વપરાશ ફક્ત વાત કરવા કરતાં બીજા ઘણાંબધાં કારણો માટે થાય છે. ઉપરાંત એ હાથમાં અટ્રૅક્ટિવ લાગે છે અને જોનારા લોકો પર ઇમ્પ્રેશન પાડે છે જેને કારણે લોકો વધુ ને વધુ આવા પ્રકારના સ્માર્ટફોન લેવા માટે પ્રેરાય છે. વધુમાં મોટી સાઇઝનો સેલફોન હોય ત્યારે એ ફક્ત વાત અને મેસેજ કરવાના સાધન કરતાં વધુ કામનો એટલે કે મલ્ટિ-ટાસ્કિંગ બની જાય છે.

રિસર્ચ દરમ્યાન વૈજ્ઞાનિકોએ ૧૩૦ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સને રેન્ડમલી બે જુદી-જુદી સાઇઝના ફોન વાપરવા માટે આપ્યા હતા. એક ફોનની સ્ક્રીન-સાઇઝ ૩.૭ ઇંચ હતી, જ્યારે બીજાની ૫.૩ ઇંચ. આ ફોન વાપર્યા બાદ સ્ટુડન્ટ્સને તેમનો અનુભવ પૂછવામાં આવ્યો હતો અને તેમણે મોટા ફોન વાપરવાના અનુભવને મોટી સ્ક્રીનના મૉનિટર અને ટીવી જોવાના અનુભવ સાથે સરખાવ્યો હતો. એના પરથી સાબિત થયું હતું કે મોટી સ્ક્રીનનો ફોન લોકોને ઇમોશનલી સારો અનુભવ આપે છે, પછી ભલે ફોનની બેઝિક જરૂરિયાત નાની સ્ક્રીનવાળો સેલફોન પણ સંતોષી શકતો હોય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK