What’s up, 2016? : આ વર્ષના અદ્ભુત ટેક્નૉટ્રેન્ડ્સ

૨૦૧૫નું વર્ષ સ્માર્ટવૉચ અને ફિટનેસ-ટ્રૅકર જેવા ડિવાઇસના નામે રહ્યું એ સાથે વેઅરેબલ ટેક્નૉલૉજીનાં વિધિવત્ મંડાણ પણ થઈ ગયાં. હવે જોઈએ ૨૦૧૬માં કેવી-કેવી ટેક્નૉલૉજીઓ આપણી લાઇફ બદલવા થનગની રહી છે

oculus riftવચુર્અલ રિયલિટી - જયેશ અધ્યારુ

તમે ફેસબુક પર લૉન્ચ થયેલા છૂટક ૩૬૦ ડિગ્રી વિડિયો જોયા છે? અચ્છા, તમે ઑક્યુલસ રિફ્ટનું નામ સાંભળ્યું છે? આંખો પર પહેરી લઈએ તો આપણે જાણે આંખ સામે ચાલતા દૃશ્યની દુનિયામાં પહોંચી ગયા હોઈએ એવો આભાસ કરાવતું આ વચુર્અલ રિયલિટી ડિવાઇસ આ વર્ષે વિડિયો-ગેમ્સ, મેડિકલ, ટૂરિઝમથી લઈને એન્ટરટેઇનમેન્ટ સુધીનાં ક્ષેત્રોમાં ફરી વળવાનું છે. ફેસબુકની માલિકીનું ઑક્યુલસ રિફ્ટ થોડી ઓછી મોંઘી કિંમત સાથે માર્કેટમાં પ્રવેશશે, તો સામે ગૂગલે પોતાનું કાર્ડર્બોડ અને માઇક્રોસૉફ્ટે પોતાનું હોલોલેન્સ જેવું વચુર્અલ રિયલિટી ડિવાઇસ માર્કેટમાં ઉતાર્યું છે. ૩૬૦ ડિગ્રીએ શૂટિંગ કરી આપતા કૅમેરા અને એવી સામગ્રી ઉપલબ્ધ કરાવતી ઍપ્લિકેશનોનો પણ આ વર્ષે રાફડો ફાટવાનો છે.

શક્તિશાળી બૅટરીઓ

oukitel longest betteryઆ વર્ષે ઉકીટેલ નામની એક ચાઇનીઝ ઇલેક્ટ્રૉનિક્સ કંપનીએ ૧૦,૦૦૦ મિલી ઍમ્પિયર અવરની ધરખમ બૅટરી ધરાવતો ઍન્ડ્રૉઇડ સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધેલી. ૪થી ૬ ઇંચના સ્માર્ટફોન-ટૅબ્લેટમાં સૌથી મોટો પ્રૉબ્લેમ એની કંગાળ બૅટરીલાઇફનો રહે છે. આ વર્ષે મોટા ભાગની કંપનીઓ પોતાના ડિવાઇસમાં વધુ ને વધુ શક્તિશાળી બૅટરી આપવાની ફિરાકમાં રહેશે. જપાનની ફ્યુજી કંપનીએ તો અત્યારની લિથિયમ આયન બૅટરીઓ કરતાં ૪૦ ગણી વધુ પાવરફુલ આલ્ફા બૅટરી બનાવી હોવાની જાહેરાત કરી છે, જે સતત ૧૪ દિવસ ચાલશે અને પાણીથી ચાર્જ થશે. આ વર્ષે ફ્યુઅલ સેલથી લઈને ચામડીના ઘસારાથી ચાર્જ થતી બૅટરીઓ જેવા બિનપરંપરાગત ઊર્જા‍સ્રોતમાં પણ ખેડાણ થશે. ટૂંકમાં કહીએ તો, આ વર્ષથી આંગળિયાત જેવી પાવરબૅન્કોનાં વળતાં પાણી થશે.

4K અલ્ટ્રા હાઈ ડેફિનિશન ડિસ્પ્લે

sony xperia z5 premiumમાનો કે ન માનો, મોબાઇલ-ટીવીનો ફુલ હાઈ ડેફિનિશન ડિસ્પ્લે હવે જૂની ટેક્નૉલૉજી ગણાય છે. આ વર્ષે દબદબો રહેવાનો છે એના કરતાં ચારગણી વધુ ક્લૅરિટી ધરાવતા 4K એટલે કે અલ્ટ્રા હાઈ ડેફિનિશન ડિસ્પ્લેનો. અત્યારે આવી ક્લૅરિટી ધરાવતાં ટેલિવિઝન લાખો રૂપિયાની કિંમતે વેચાય છે અને એની કિંમત ઑર નીચી આવશે. સોની કંપનીએ પોતાનો એક્સપિરિયા ક્ષ્૫ પ્રીમિયમ લૉન્ચ કરીને મોબાઇલમાં અલ્ટ્રા હાઈ ડેફિનિશન ડિસ્પ્લે આપવાની શરૂઆત કરી દીધી છે. 4K ક્લૅરિટીવાળા વિડિયો શૂટ કરી શકે એવા શક્તિશાળી કૅમેરા ધરાવતા ફોનની સંખ્યા પણ વધશે. અત્યંત ક્લિયર પિક્ચર તથા વાઇડ કલર રેન્જ આપતું ક્વૉન્ટમ ડૉટ ડિસ્પ્લે પણ આ વર્ષે ટેલિવિઝન તથા કમ્પ્યુટરની માર્કેટમાં ગાજવીજ સાથે એન્ટ્રી મારશે.

કંપની વોહી, વૉચ નયી

tag huer connected smarમોબાઇલ ફોનનાં ફંક્શનોનું જ પુનરાવર્તન કરતી હોવાથી ગયા વર્ષે સ્માર્ટવૉચના એવા લેવાલ નીકળ્યા નહીં, પરંતુ હવે ટ્રેડિશનલ ઘડિયાળો બનાવતી કંપનીઓને પણ સ્માર્ટવૉચ બનાવવાનો ચસકો લાગ્યો છે. ફૉર એક્ઝામ્પલ, ટૅગ હોયર કંપનીએ ગૂગલ અને ઇન્ટેલ સાથે મળીને કનેક્ટેડ નામની સ્માર્ટવૉચ બનાવી. તો બીજી બાજુ આપણી ભારતની ટાઇટન કંપની પણ HP સાથે મળીને સ્માર્ટવૉચ બનાવવાની યોજનાની જાહેરાત કરી ચૂકી છે. બીજી કંપનીઓ પણ આ નવા વર્ષે સ્માર્ટવૉચ માર્કેટમાં ઝંપલાવશે.

મૉડ્યુલર સ્માર્ટફોન

modular smartphoneફોન આઉટડેટેડ થઈ જાય એટલે આપણી પાસે અત્યારે આખો ફોન જ ચેન્જ કરવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. ગૂગલ આરા જેવા પ્રોજેક્ટ હવે સ્માર્ટફોનના અલગ-અલગ પાર્ટને સ્વતંત્ર રીતે અપગ્રેડેબલ બનાવી દેશે. મતલબ કે તમે જૂના ફોનની બૅટરી, રૅમ, મેમરી, કૅમેરા વગેરેને આખો ફોન બદલ્યા વિના પણ બદલી શકશો. આવો જ ટ્રેન્ડ સ્માર્ટવૉચમાં પણ જોવા મળવાનો છે.

ઘરમાં ઘૂઘવશે દરિયાઈ વીજળી

ocean electricityદરિયાનાં મોજાંમાંથી ટર્બાઇન ચલાવીને વીજળી પેદા કરવાનો કન્સેપ્ટ ખાસ્સો જૂનો છે, પરંતુ હવે બ્લુ એનર્જી‍ નામની કૅનેડાની કંપની કહે છે કે એ ઑશન એનર્જીને કમર્શિયલાઇઝ કરશે અને ભારત, ઇન્ડોનેશિયા, ન્યુ ઝીલૅન્ડ જેવા વિશાળ દરિયાકિનારા ધરાવતા દેશોમાં કમર્શિયલ ધોરણે ઑશન એનર્જી‍ પૂરી પાડશે.

૪ ઇંચનો આઇફોન

gioએક તરફ આઇફોન-૭ની લીક થયેલી તસવીરો અત્યારથી જ મીડિયામાં ફરવા માંડી છે ત્યારે બીજા ન્યુઝ એ આવ્યા છે કે અત્યારના મોટા સ્ક્રીનવાળા ફોનથી વિપરીત ઍપલ માત્ર ૪ ઇંચના આઇફોન 5Sનું નવું અપગ્રેડેડ વર્ઝન લાવવાની છે. આ નવો ટચૂકડો ફોન વર્ષના પહેલા ૬ મહિનાની અંદર જ લૉન્ચ થઈ જશે એવું જાણકારો માની રહ્યા છે.

4G

4gરિલાયન્સની 4G બ્રૉડબૅન્ડ સર્વિસ જિયોની વિધિવત્ શરૂઆત થઈ ગઈ છે. અન્ય કંપનીઓ પણ દેશના અલગ-અલગ સર્કલમાં પોતાની 4G ઇન્ટરનેટ સર્વિસ શરૂ કરી રહી છે. આદર્શ સ્થિતિમાં 4G કનેક્ટિવિટી ૩૦થી ૭૦ મેગાબાઇટ્સ પ્રતિ સેકન્ડની ડેટા ટ્રાન્સફર સ્પીડ આપી શકે છે. આટલી ઊંચી ડેટા-સ્પીડને પહોંચી વળે એવા બજેટ રેન્જના સ્માર્ટફોનની તો આપણી માર્કેટમાં અત્યારથી જ લાઇન લાગી ગઈ છે. આખું વર્ષ આ 4G શબ્દપ્રયોગ સાંભળવા માટે તમારા કાન તૈયાર રાખજો.

ફરી આવશે મેમથ?

mammothસ્ટીવન સ્પીલબર્ગની આઇકનિક ‘જુરાસિક પાર્ક’ ફિલ્મમાં કરોડો વર્ષ પહેલાંના DNAમાંથી ખૂનખાર ડાયનોસૉરને ફરી પાછા સજીવન કરવામાં આવ્યા હોવાનું બતાવાયું હતું, પરંતુ હવે જપાનના રાઇકેન સેન્ટર ફૉર ડેવલપમેન્ટલ બાયોલૉજીએ જાહેરાત કરી છે કે એ વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલા જાયન્ટ સાઇઝના મેમથ હાથીઓને તેમના DNAમાંથી ફરી પાછા સજીવન કરશે.

સનસ્ક્રીન પિલ

sunskin pillઘરની બહાર નીકળતી વખતે સૂર્યનાં હાનિકારક અલ્ટ્રાવાયલેટ વિકિરણોથી ત્વચાને બચાવવા માટે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ અનિવાર્ય થઈ પડ્યો છે, પરંતુ હવે સંશોધકો સનસ્ક્રીન પિલ એટલે કે ગોળી લઈને આવી રહ્યા છે. આ એક ગોળી લીધા બાદ આપણી આંખો અને ત્વચાને તડકાથી કોઈ નુકસાન થતું નથી. આ ગોળી બનાવવા માટે સંશોધકોએ પરવાળાની કુદરતી પ્રક્રિયાને લૅબોરેટરીમાં સાકાર કરી બતાવી છે.

ઑટોમોબાઇલ-સ્માર્ટફોન ઇન્ટિગ્રેશન

android autoકારમાં ટચસ્ક્રીનવાળી સ્માર્ટ ઇન્ફોટેનમેન્ટ-નેવિગેશન સિસ્ટમ હવે સામાન્ય અને લગભગ અનિવાર્ય થઈ પડી છે. બ્લુટૂથ કનેક્ટિવિટીથી એ સિસ્ટમમાંથી જ ફોનકૉલ કરી કે રિસીવ કરી શકાય છે, પરંતુ ઍપલ કારપ્લે અને ઍન્ડ્રૉઇડ ઑટોથી આ ટેક્નૉલૉજી વધુ એક ડગલું આગળ વધી છે. એમાં આખેઆખો ફોન કાર સાથે કનેક્ટ થઈ જાય છે. વધુ ને વધુ ગાડીઓ આ સુવિધાથી સજ્જ થઈને માર્કેટમાં આવશે.

મળ-મૂત્રમાંથી પીવાનું પાણી

omniprocessorઅત્યાર સુધી અવકાશયાત્રીઓ મળ-મૂત્રમાંથી પીવાનું શુદ્ધ પાણી બનાવીને પીતા હતા. ગયા વર્ષે બિલ ગેટ્સે એવા ઑમ્ની પ્રોસેસરમાં તૈયાર થયેલું શુદ્ધ પાણી પીને આ યંત્રને વધુ ને વધુ ગરીબ દેશોમાં પહોંચાડવાનો નિર્ધાર જાહેર કરેલો. આ મશીન ૧ લાખ લોકોનાં મળ-મૂત્રને પ્રોસેસ કરીને દરરોજ ૮૬ હજાર લીટર શુદ્ધ પાણી પૂરું પાડી શકે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK