જુઓ, ૨૦૧૫માં ટેક્નૉલૉજી કેટલી આગળ લઈ જશે

અમેરિકાના નેવાડા રાજ્યના લાસ વેગસમાં હાલમાં ૨૦૧૫નો કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સ શો શરૂ થયો છે. ૯ જાન્યુઆરી સુધી ચાલનારા આ શોમાં આપણી રોજિંદી જિંદગીને સરળ બનાવે એવી નાની-મોટી આઇટમોનું પ્રદર્શન કરવા દુનિયાભરમાંથી ૩૬૦૦ કંપનીઓ લેટેસ્ટ પ્રોડક્ટ્સ લઈને પહોંચી ગઈ છે. આ પ્રદર્શન જોવા લગભગ દોઢ લાખ લોકો આવશે એવી અપેક્ષા છે



ચાલવાની ઝડપ વધારી દે એવાં રોલ્કર્સ

આ છે રોલર સ્કેટ્સ એટલે કે રોલ્કર્સ. ઑફિસનાં શૂઝની ઉપર આ રોલ્કર્સ પહેરી લેવાથી વ્યક્તિની ઍવરેજ વૉકિંગ સ્પીડ ૧૧ કિલોમીટર પ્રતિ કલાકની થઈ જાય છે.

કૅમેરાની બાજનજર


આ કૅમેરાની ત્રણ તરફ ૧૮૫ ડિગ્રીના ઍન્ગલે ફિશ-આઇ લેન્સ અને સેન્સર્સ ધરાવતો કૅમેરા એકસાથે ત્રણેય તરફનાં દૃશ્યો કૅપ્ચર કરી શકે છે એટલું જ નહીં, બધી ઇમેજને એકસાથે જોડી પણ શકે છે.

ચોરાય તો પાછી મળી જાય એવી સાઇકલ


આ એવી સાઇકલ છે જેમાં GPS અને GPRS સેન્સર્સ લગાવેલાં છે. એને કારણે આ સાઇકલ ચોરાઈ જાય તો તરત ક્યાં છે એ શોધી કાઢી શકાય. એનાં પૅડલ્સમાં પણ સેન્સર્સ છે જેને કારણે ટ્રૅકિંગ માટેની ટ્રેઇનિંગમાં તમે કેટલી સ્પીડમાં કેટલો ટ્રૅક કાપ્યો એ અને કેટલી કૅલરી બર્ન કરી એ પણ જાણી શકાય છે.

સ્માર્ટ બેબી-બૉટલ


બાળક બરાબર દૂધ પી શકે એ માટે કેવી રીતે બૉટલ હોલ્ડ કરવી એ આ સ્માર્ટ બેબી-બૉટલ શીખવે છે એટલું જ નહીં, બાળક કેટલી ઝડપે દૂધ પીએ છે અને અંદર કેટલું દૂધ બાકી રહ્યું છે એ હિસાબે તમારે કેવી રીતે બૉટલ પકડવાની છે એ પણ આમાં ખબર પડે છે.

સ્માર્ટ બેલ્ટ

બેલ્ટી નામનો આ કમરપટ્ટો એટલો સ્માર્ટ છે કે તમારી કમરનો ઘેરાવો નૉર્મલ કરતાં થોડોક પણ વધે તો તરત જ વેઇટ-લૉસ કરવાની જરૂર છે એવું ઇન્ડિકેટ કરે છે. સાથે જ બેલ્ટી એટલો સ્માર્ટ છે કે તમે બેસો ત્યારે આપમેળે લૂઝ થઈ જાય છે અને ઊભા થાઓ ત્યારે આપમેળે ટાઇટ થઈને કમર પર ચપોચપ બેસી જાય છે.

કમાલનું ક્વૉડકૉપ્ટર

૧૮ મિનિટ સુધી સતત હવામાં ઊડી શકે અને ૪૦૦૦ વિડિયો અને ૧૨ મૅગાપિક્સેલની સ્પષ્ટતાવાળા ફોટોગ્રાફ્સ લેવાની ક્ષમતા ધરાવતું આ ક્વૉડકૉપ્ટર હવામાં જતાંની સાથે આજુબાજુના આર્મ્સને અંદર સમાવી લે છે જેથી ૩૬૦ ડિગ્રી ઍન્ગલનો વ્યુ ધરાવતો કૅમેરા કામ કરી શકે.

ફિટનેસ મિત્ર રિસ્ટ-બૅન્ડ


આ પટ્ટો કાંડામાં પહેરો એટલે પહેરનારની આખેઆખી હેલ્થની કુંડળી આ ફિટનેસ ટ્રૅકર જાણી છે. સ્લીપ-ટ્રૅકિંગ, હાર્ટ-રેટ, બૉડીમાં ચરબીનું પ્રમાણ, શરીરમાં સ્નાયુઓનો જથ્થો, ચયાપચયની ગતિ એમ આખું બૉડી કઈ રીતે કામ કરી રહ્યું છે એ બધું જ કાંડાની પલ્સ પરથી આ બૅન્ડ માપી લે છે.

જમ્પ ડિવાઇસ


આ કાંડા-ઘડિયાળ જેવો બેલ્ટ હાથમાં પહેરી લો તો તમે કેટલી વાર અને કેટલો ઊંચો કૂદકો માર્યો એની નોંધ થઈ જાય. બાસ્કેટબૉલ અને વૉલીબૉલના પ્લેયર્સ અને ઍથ્લીટ્સની ટ્રેઇનિંગ માટે આ ઉપયોગી બની શકે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK