ટેક્નૉલૉજીનો તરખાટ

અમેરિકાના લાસ વેગસમાં યોજાયેલા વિશ્વના સૌથી મોટા ઇલેક્ટ્રૉનિક્સ એક્ઝિબિશનમાં રજૂ થયેલાં અનેક નવાં ગૅજેટ્સ ગયા અઠવાડિયે આપણે જોયાં. આવા આવિષ્કારો હજીયે ઘણા છે

તક્નો



સ્માર્ટ કટલરી

જો તમને ઝટપટ કોળિયા પેટમાં પધરાવીને અકરાંતિયાની જેમ ખાવાની આદત હોય તો હવે સ્માર્ટ કટલરી પણ આવી ગઈ છે જે તમને ધીમે-ધીમે ચાવીને ખાતાં શીખવે છે. જો એક ચમચી ખાઈને દસ સેકન્ડના સમય પહેલાં તમે બીજી ચમચી ખાવાનું ભરો એટલે તરત જ વાઇબ્રેટ થઈને લાલ બત્તી બતાવવા લાગે એવાં કાંટો-ચમચી છે.

પેટ-ડોર

ખાસ ડૉગીઓ ઘરમાં અવરજવર કરી શકે એવા ડૉગી-ડોર બનાવીને એ ડૉગી જાતે જ ખોલબંધ કરી શકે એવી સ્માર્ટ સિસ્ટમ પણ આવી ગઈ છે. ડૉગીના ગળામાં લગાવેલું ખાસ સેન્સર ડોરની નજીકમાં જતાં આપમેળે ડૉગી-ડોર ખૂલી જાય છે અને જેવો ડૉગી દૂર જાય એટલે બંધ થઈ જાય છે.

રૉકેટની સ્પીડમાં સ્કેટિંગ

લિથિયમ બૅટરીથી ચાલતા મોટરવાળાં સ્કેટ્સ શૂઝની ઉપર પહેરી લો એટલે એ તમને ૧૮ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવે, જે દોડવા બરાબર થાય. જોકે દોડવા જેટલો થાક અનુભવ્યા વિના ઝડપભેર ટ્રાવેલ કરાવતું આ ડિવાઇસ રૉકેટસ્કેટ્સ ઑલરેડી અમેરિકાના માર્કેટમાં વેચાવા મુકાઈ ગયું છે.

વૉચ કમ સ્માર્ટફોન

૩ઞ્ ટચસ્ક્રીન સ્માર્ટ વૉચ ફૅશનની સાથે-સાથે લાઇફનાં બીજાં કામો પણ સરળ કરી દે એવી છે. એમાં બિલ્ટ-ઇન સિમ કાર્ડનો સ્લૉટ પણ છે જેની મદદથી તમે ફોન પણ કરી શકો છો. એમાં વિડિયો-કૅમેરા, બ્લુટૂથ અને ઞ્ભ્લ્ પણ છે.

કાર જેવું સ્કૂટર

કોઈ પણ સીઝનમાં લઈને ફરી શકાય એવું બંધ મોબિલિટી સ્કૂટર છે. ઠંડી, ગરમી અને વરસાદમાં પણ આ સ્કૂટર લઈને ફરી શકાય; જે ડાયરેક્ટ સનલાઇટ, બરફ અને ઠંડા પવનથી બચાવે છે.

સંતુલિત સાઇકલ

જાતે બૅલૅન્સ રાખે એવી ટચૂકડી સાઇકલ પર માત્ર ઊભા રહીને સ્પીડમાં ટ્રાવેલ કરી શકાય એમ છે. આ ડિવાઇસ મૅન્યુઅલી તેમ જ સ્માર્ટફોન કે ટૅબ્લેટની ઍપ દ્વારા કન્ટ્રોલ થઈ શકે છે.

પર્ફેક્ટ બેકરી

કુકિંગ ન આવડતું હોય અને કેક કે અન્ય કોઈ પણ બેકરી-આઇટમ બનાવવી હોય તો આ બેકિંગ સિસ્ટમ ખૂબ કામની છે. તમારે જે રેસિપી બનાવવી હોય એ મુજબ તમારે કયા અને કેટલી માત્રામાં ઇન્ગ્રેડિઅન્ટ્સ જોઈશે એ પણ આ સિસ્ટમ કહી આપે છે. દરેક ચીજ ક્યારે અને કેવી રીતે મિક્સ કરવાની અને કેવી રીતે બનાવવાની એ બધું જ સ્માર્ટ ઍપમાં પહેલેથી જ સ્ટોર કરેલું છે એટલે માત્ર સ્ક્રીન પર દેખાય છે એ મુજબ ઑપ્શન્સ સિલેક્ટ કરવાનાં બટન દબાવતા જાઓ અને વાનગી તૈયાર.

પાણીમાં તરતું ટીવી

વૉટરપ્રૂફ ટીવી-સ્ક્રીનની વાત તો ઘણી સાંભળી, પણ હવે પાણીમાં ડુબાડી દીધા છતાં ચાલતું રહે એવું ટીવી શોધાઈ ચૂક્યું છે. ઑર્ગેનિક પૉલિમરની બનેલી આ સ્ક્રીન એક્સ્ટ્રીમ કન્ડિશન્સમાં પણ કાર્યરત રહે છે એનું ડેમોન્સ્ટ્રેશન તસવીરમાં જોઈ લો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK